અખ્તરે કહ્યું કે, 'ભારતે સાબિત કર્યું કે, મેચમાં બોસ કોણ છે. ભલે ભારતનો સીરિઝની પ્રથમ મેચમાં પરાજય થયો હોય, પરંતુ તે બાદ ભારતે શાનદાર વાપસી કરી હતી જેનો શ્રેય રોહિત શર્માની શાનદાર બેટિંગને જાય છે. રોહિત શર્મા પ્રતિભાશાળી છે, તે જ્યારે ઈચ્છે ત્યારે રન બનાવી શકે છે.
બાંગ્લાદેશ સામેની અંતિમ ટી-20 મેચમાં ભારતને 30 રનથી જીત મળી હતી. યજમાન ટીમે પ્રથમ બેટિંગ કરતા 175 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ ભારતની બોલિંગ સામે માત્ર 144 રન જ બનાવી શકી હતી.
અખ્તરે કહ્યું કે, 'મને લાગ્યું હતુ કે, ત્રીજી ટી-20 મેચ રોમાંચક રહેશે પણ ભારતીય ટીમ વધુ સારી રહી, પરંતુ બાંગ્લાદેશની રમતની પણ પ્રશંસા કરવી પડે. બાંગ્લાદેશ હવે સામાન્ય ટીમ રહી નથી. આપણે ધ્યાનમાં રાખવું પડશે કે, ટાઇગર્સ કોઈ પણ ટીમ સામે હવે ચોક કરવાવાળા રહ્યા નથી.'
દીપક ચાહરે શાનદાર બોલિંગ કરતા ટી-20માં હેટ્રિક લીધી. તેને 7 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેમજ સર્વશ્રેષ્ઠ બોલિંગ કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો. અખ્તરે કહ્યું કે, 'તે એક તેજ અને મધ્યમ ગતિની બોલિંગનું મિશ્રણ છે. તેમણે હેટ્રિક લઈને શાનદાર પ્રદર્શન કર્યું'