ગુજરાત

gujarat

ETV Bharat / sports

IND vs WI ત્રીજી વનડે: ભારતનો ચાર વિકેટે રોમાંચક વિજય, વેસ્ટ ઇન્ડીઝને હરાવી શ્રેણી 2-1થી જીતી

કટક: લોકેશ રાહુલ અને વિરાટ કોહલીની શાનદાર ઇનિંગની મદદથી ભારતે ત્રીજી અને નિર્ણાયક મેચ ચાર વિકેટે જીતી લીધી છે. આ સાથે ભારતે આ શ્રેણી પણ 2-1થી જીતી લીધી હતી.

india
ત્રીજી વનડે

By

Published : Dec 22, 2019, 10:06 AM IST

Updated : Dec 22, 2019, 10:12 PM IST

પ્રથમ બેટિંગ કરી વેસ્ટ ઇન્ડીઝે ભારતને 316 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જે લક્ષ્યાંક ભારતે 8 બોલ બાકી રાખીને પાર કરી લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે આપેલા 316 રનનો લક્ષ્યાંક સામે ભારતે 48.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 316 રન કરી જીત હાંસલ કરી છે.

ભારત તરફથી લોકેશ રાહુલે 77 રન અને કેપ્ટન કોહલીએ 85 રન બનાવ્યા હતા. જ્યારે રોહિત શર્માએ પણ 63 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

નિકોલસ પૂરને 89 રન અને કેપ્ટન કેરેન પોલાર્ડ અણનમ 74 રનની શાનદાર અડધી સદીની મદદથી વેસ્ટ ઇન્ડીઝે રવિવારે બારાબતી સ્ટેડિયમમાં ભારત સામે 5 વિકેટે 315 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.

ટોસ હાર્યા બાદ બેટિંગ કરી રહેલા વિન્ડિઝે સારી શરૂઆત કરી હતી. ઈવિન લુઇસ 21 રન અને તે હોપે 42 રન બનાવી પ્રથમ વિકેટ માટે 57 રનની ભાગીદારી નોંધાવી હતી. જે બાદ વિકેટો પડતા વિન્ડિઝે 144ના સ્કોર સુધી ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

ભારત તરફથી ડેબ્યૂ મેચ રમી રહેલા ફાસ્ટ બોલર નવદીપ સેનીએ 2 જ્યારે મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુરે એક-એક વિકેટ લીધી હતી.

છેલ્લી મેચમાં તેની વનડે કારકિર્દીની બીજી હેટ્રિક લેનાર કુલદીપને આ મેચમાં એક પણ વિકેટ મળી ન હતી, અનેે તેની 10 ઓવરમાં 67 રન આપી ખુબ જ મોંઘો સાબિત થયો હતો.

Last Updated : Dec 22, 2019, 10:12 PM IST

ABOUT THE AUTHOR

...view details