વિન્ડીઝ તરફથી એસ બ્રુક્સે પોતાની મેડન ફિફટી ફટકારતા 50 રન બનાવ્યા હતા. વિન્ડીઝ માટે તે આ સીરિઝની એકમાત્ર ફિફટી હતી. રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ બીજા ઈનિંગમાં 3-3 વિકેટ ઝડપી હતી. ભારત સતત 2 ટેસ્ટ જીતીને 120 પોઈન્ટ્સ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાને છે.
ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે તરખાટ મચાવતા વિન્ડીઝની પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. વિન્ડીઝ પ્રથમ ઈનિંગમાં 117 રને ઓલઆઉટ થઈ હતી. આ ઈનિંગમાં બુમરાહે હેટ્રિક લીધી હતી. ભારતે પ્રથમ ઈનિંગમાં વિન્ડીઝને 117 રને ઓલઆઉટ કર્યા બાદ પણ ફોલઓન ન આપવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા હનુમા વિહારીએ અણનમ 111 રન, કેપ્ટન વિરાટ કોહલીના 76 રનની મદદથી ભારતે 417 રન બનાવ્યા હતા. ભારતે પ્રથમ ઇનિંગની 299 રનની લીડ મળી હતી.