ભારતે પહેલી ઇનિંગ 9 વિકેટ પર 497 રનનો વિશાળ સ્કોર ખડકીને ડિક્લેર કરી દીધી હતી. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની પહેલી ઇનિંગ 56.2 ઓવરમાં માત્ર 162 રને સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી ફોલોઓન થયા બાદ ફરીથી બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમનો વધુ મોટો ધબડકો થયો હતો. ત્રીજો દિવસ પૂરો થતી વખતે આફ્રિકન ટીમે 8 વિકેટ ગુમાવીને 132 રન કર્યા હતા.ભારતે દક્ષિણ આફ્રીકા સાથે અત્યાર સુધી 13માંથી ત્રણ ટેસ્ટ સીરીઝ જીતી છે. તે આ વખતે દક્ષિણ આફ્રીકાને ક્લીન સ્વીપ પર ચોથી સીરીઝ પોતાના નામે પોતાને નામે કરશે. દક્ષિણ આફ્રીકાએ ભારતને સાત વખત ટેસ્ટ સીરીઝમાં હરાવ્યું છે. બાકી ત્રણ સીરીઝ ડ્રો ખતમ થઇ હતી.
INDvsSA: દિવાળી પહેલા ટીમ ઈન્ડિયાનો ધડાકો, 3-0થી દ.આફ્રિકાનો વ્હાઈટવોશ - ભારતનો દક્ષિણ અફ્રિકા સામે 3-0થી ભવ્ય વિજય
રાંચી: ભારતે દક્ષિણ અફ્રિકાને ત્રીજી ટેસ્ટ મેચમાં 202 રનોથી માત આપીને 3-0થી સીરીઝ પોતાના નામે કરી છે. ભારતમાં દિવાળી પહેલા જ ટીમ ઈન્ડિયાએ મોટો ધમાકો શરૂ કરી દીધો છે. ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝમાં વિરાટ કોહલીની સેનાએ સાઉથ આફ્રિકાના 3-0થી સૂપડાં સાફ કરી દીધા હતા. મંગળવારે રાંચી ટેસ્ટના ચોથા દિવસે ભારતે સાઉથ આફ્રિકાની પારી અને 202 રનોથી રગદોળી દીધું હતું. ભારતે ટેસ્ટ સીરિઝ જીત્યા બાદ ફ્રીડમ ટ્રોફી સોંપવામાં આવી હતી.
INDvsSA: ભારતનો દક્ષિણ અફ્રિકા સામે 3-0થી ભવ્ય વિજય
ભારતીય ટીમ પાસે 2019માં સૌથી વધુ ટેસ્ટ જીતવાની તક છે. હાલ ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેંડ 4-4 મેચ જીતીને બરાબરી પર છે. ભારત જો રાંચી ટેસ્ટ જીતે છે તો આ તેની આ વર્ષની પાંચમી જીત હશે. ભારતે આ વર્ષે કુલ છ ટેસ્ટ મેચ રમી છે. તેણે દક્ષિણ આફ્રીકાથી પહેલાં વેસ્ટઇન્ડીઝને સતત બીજી ટેસ્ટ મેચોમાં હરાવી હતી. તેની વર્ષની પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સાથે હતી, જે ડ્રો પુરી થઇ હતી.
Last Updated : Oct 22, 2019, 11:38 AM IST