ટોસ જીતીની પ્રથમ બેટિંગ કરતા ભારતે 7 વિકેટ ગુમાવીને 502 રન ફટકાર્યા હતા અને પ્રથમ ઇનિંગ ડિકલેર કરી હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં 431 રન બનાવ્યાં હતા. પ્રથમ ઈનિંગમાં ભારતને 71 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં ભારતે 4 વિકેટે 323 રન ફટકારી ઈનિંગ ડીકલેર કરી હતી. રોહિત શર્માએ બીજી ઈનિંગમાં પણ સદી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકાને 395 રનનું વિશાળ લક્ષ્યાંક આપ્યું હતું.
દક્ષિણ આફ્રિકા ચોથી ઈનિંગમાં 191 રનને સમેટાઈ ગઈ હતી. ભારતે આ ટેસ્ટ 203 રને જીતી લીધી છે. બીજી ઈનિંગમાં મોહમ્મદ શ્મીએ 5 વિકેટ ઝડપી હતી. રવીન્દ્ર જાડેજાએ 4 અને અશ્વિને 1 વિકેટ લીધી હતી.
આર. આશ્વિને સૌથી ઝડપી 350 વિકેટ લેવામાં મુરલીધરનની બરાબરી કરી છે.
દક્ષિણ આફ્રિકાએ 2 ઓવરમાં વિના વિકેટે 4 રન કર્યા છે. ડિન એલ્ગર 4 રને અને એડન માર્કરામ 0 રને રમી રહ્યા છે. હાલ દક્ષિણ આફ્રિકાએ 39 રન પર 3 વિકેટે ગુમાવી છે.
મયંક અગ્રવાલે પોતાના કરિયરની શાનાદાર ઈનિંગ રમતા બેવડી સદી ફટકારી હતી. અગ્રવાલે 315 બોલમાં 215 રનની ઈનિંગ રમી હતી. જેમાં 23 ફોર અને 6 સિક્સ ફટકારી હતી. પ્રથવાર ઓપનર તરીકે મેદાનમાં ઉતરીને રોહિત શર્માએ 176 રનની ઈનિંગ રમી હતી.
રોહિત શર્મા અને મયંક અગ્રવાલે 317 રનની ભાગેદારી કરી હતી. વર્ષ 2008માં ચેન્નાઈ ટેસ્ટ મેચમાં પૂર્વ દિગ્ગજની જોડી રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સહવાગે 268 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. જે 11 વર્ષ બાદ 2019માં રોહિત શર્મા અને મંયક અગ્રવાલની જોડીએ તોડી છે.
ભારતે શાનદાર બેટિંગ કરતા 1 વિકેટે 323 રન બનાવ્યા છે. રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતા 176 રન બનાવ્યા હતા. પુજારા 6 અને મયંક અગ્રવાલ 370 રન બનાવીને ક્રીઝ પર છે.