મેચ બાદ થયેલી પ્રેસ કોન્ફરન્સમાં જીતનો ચોગ્ગો ફટકારનાર રવિન્દ્ર જાડેજાએ કેટલીક વાતો કહી હતી. જ્યા તેમણે કેચ છોડવાની બાબતને લઈને વાત કરી હતી.
મને લાગે છે કે મેં મહત્વપૂર્ણ ઈનિંગ રમી છે: રવિન્દ્ર જાડેજા જાડેજાએ મેચમાં પોતાની ઇનિંગ્સ વિશે કહ્યું કે, 'મને લાગે છે કે મેં ખૂબ જ મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી છે કારણ કે તે નિર્ણાયક મેચ હતી. જ્યારે મને બેટિંગ કરવાની તક મળી ત્યારે મારા મનમાં હતું કે મારે વિરાટ સાથે બેટિંગ કરવાની છે અને વિકેટ પણ ઘણી સારી હતી. જેના પર એક રન, બે રન લેવાનું એટલું મુશ્કેલ નહોતું.'
કટકમાં ઝાકળને લઈને જાડેજાએ જણાવ્યુ કે, 'ઘુમ્મસ ખૂબ જ હતી. 15-20 ઓવર બાદ ઝાકળે મેચ પર તેની અસર દેખાડવાની શરૂ કરી દીધી હતી. એક બોલર તરીકે હું માનું છું કે, અંતિમ 10 ઓવર ખૂબ જ મુશ્કેલ હતા. બોલ ગ્રીપ થઈ શક્તો નહોંતો અને આઉટ ફિલ્ડ તેજ થઈ ગઈ હતી.'
કેચ છૂટવાને લઈ જાડેજા જણાવે છે કે, ''ખબર નહીં પણ આ ન થવું જોઈએ. કારણ કે, ટી20 અને વનડે બન્નેમાં કેચ છૂટ્યા છે. અમારી યુવા ટીમ છે, તેમજ અમારી ફીલ્ડિંગનું સ્ટાન્ડર્ડ પણ ખુબ ઊંચુ હોવું જોઈએ.