ગુજરાત

gujarat

ETV Bharat / sports

પ્રથમ વનડે: વેસ્ટ ઇન્ડિઝની 8 વિકેટે જીત, હેટમાયર અને હોપની શાનદાર સદી - વન ડે

ચેન્નઇ: પ્રથમ વનડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે 50 ઓવરમાં 8 વિકેટે 287 રન કર્યાં હતાં. જેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમે 2 વિકેટ ગુમાવી 47.5 ઓવરમાં જ જીત મેળવી હતી. જેમાં હેટમાયટરએ 139 રન અને હોપએ 102 રન બનાવ્યા હતા.

આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ખરાખરીનો જંગ
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ખરાખરીનો જંગ

By

Published : Dec 15, 2019, 10:25 AM IST

Updated : Dec 15, 2019, 10:16 PM IST

પ્રથમ વનડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે 50 ઓવરમાં 8 વિકેટે 287 રન કર્યાં હતાં. ભારત તરફથી ઋષભ પંત મેડન ફિફ્ટી ફટકારી હતી. શ્રેયસ ઐયરે પોતાની કરિયરની પાંચમી ફિફટી મારી હતી. પંત 71 રને અને ઐયર 70 રને આઉટ થયો હતો. બંનેએ ચોથી વિકેટ માટે 114 રનની પાર્ટનરશીપ કરી હતી. તે બંને સિવાય કેદાર જાધવ અને રવિન્દ્ર જાડેજાએ પણ 40 અને 21 રનનું યોગદાન આપ્યું હતું. વિન્ડીઝ માટે શેલ્ડન કોટરેલ, કીમો પોલ અને અલઝારી જોસેફે 2-2 વિકેટ લીધી હતી.

વેસ્ટ ઇન્ડિઝની 8 વિકેટે જીત, હેટમાયર અને હોપની શાનદાર સદી

ભારતીય ટીમે 287 રન બનાવ્યા છે અને વેસ્ટ ઇન્ડિઝને 288 રનનું લક્ષ્ય આપ્યું છે.

વેસ્ટ ઇન્ડિઝએ ટોસ જીતી પહેલા બોલીંગનો નિર્ણય કર્યો હતો, જ્યારે ભારતીય ટીમે 287 રન પહેલા બેટિંગ કરતા બનાવ્યા હતા.

Last Updated : Dec 15, 2019, 10:16 PM IST

ABOUT THE AUTHOR

...view details