ગુજરાત

gujarat

ETV Bharat / sports

કોહલી પાસે સચિનનો આ 'વિરાટ' રેકોર્ડ તોડવાની તક...

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચને વનડે સીરિઝની પ્રથમ મેચ આજે ધર્મશાલામાં રમાશે. વિરાટ કોહલીની સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં સચિન તેંડુલકરનો એક રેકોર્ડ તોડવાની તક છે. ભારતને આ સીરિઝમાં સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા વિના જ મેદાન પર ઉતરશે.

ભારત
India

By

Published : Mar 12, 2020, 2:53 PM IST

ઘર્મશાળાઃ વિરાટ કોહલીએ 239 ઈનિંગમાં 11, 867 રન બનાવ્યાં છે. કોહલી સૌથી ઝડપી 12,000 રન બનાવવામાં 133 રન પાછળ છે. કોહલીને સચિનનો આ રેકોર્ડ તોડવાની તક છે.

સચિન તેંડુલકર

વનડેમાં સૌથી ઝડપી 12,000 રન

  • સચિન તેંડુલકર 300 ઈનિંગ
  • રિકી પોન્ટિંગ 336 ઈનિંગ
  • સનથ જયસૂર્યા 379 ઈનિંગ
  • મહિલા જયવર્ધને 399 ઈનિંગ

વિરાટ કોહલી પાસે વનડેમાં સૌથી ઝડપી 12 હજાર બનાવવાની તક છે. વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝમાં ફ્લોપ સાબિત થયો હતો. કોહલીએ 15 અને 9 રન બનાવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે 3 મેચની વન ડે સીરિઝ રમશે. જેની પ્રથમ મેચ આજે ધર્મશાળામાં રમાશે. ભારત ધર્મશાળામાં અત્યાર સુધીમાં 4 વનડે મેચ રમ્યું છે, જેમાં બે જીત અને બે હાર થઇ છે. ધર્મશાાળાના મેદાનમાં બેટિંગ પિચ છે. જેના પગલે વધુ સારો સ્કોર થવાની સંભાવના છે.

ABOUT THE AUTHOR

...view details