રાંચી ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. જેમાં લંચ બ્રેક સુધી સાઉથ આફ્રિકાની 6 વિકેટ પડી ચુકી છે અને ફક્ત 129 રન જ બન્યા છે.
INDvsSA ટેસ્ટઃ ત્રીજા દિવસે ભારતની સ્થિતી મજબૂત, લંચ સુધી સાઉથ આફ્રિકાનો સ્કોર 129/6
રાંચીઃ જેએસસીએ સ્ટેડિયમમાં હાલમાં ચાલુ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સીરીઝના ત્રીજા અને છેલ્લી મેચ ચાલી રહી છે. આ મેચના ત્રીજા દિવસે સાઉથ આફ્રિકા પોતાની પહેલી ઇનિગ્સ રમી રહે છે. લંચ સુધી પ્રોટીજને 6 વિકેટ પડી 129 રન બનાવ્યા છે. ભારતીય ટીમના બોલરો સાઉથ આફ્રિકાની ટીમ પર ભારી પડી રહ્યાં છે.
સાઉથ આફ્રિકની બેટીંગની વાત કરવામાં આવે તો તેની ઓપનીંગથી માંડી કોઇ ખાસ રમી શક્યું નથી. ડીન ઇગ્લરએ 0 અન ક્કિંટન ડી કોકએ 4 રન બનાવ્યા હતા. જ્યારે ત્રીજા નંબર પર આવેલ હજમાએ 62 રન બનાવ્યા હતા. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસએ પણ ફક્ત એક જ રન બનાવી શક્યા હતા. ટેબા બવુમાએ 32 રન બનાવ્યા હતા. અત્યારે મેદાનમાં જોર્જ લિંડે અને ડેન પીટ રમી રહ્યા છે.
જ્યારે ભારતના બોલરોએ લંચ સુધી 6 વિકેટ ઝડપી લીધી છે. મોહમ્મદ શમી અને શાહબાજ નદીમને એક-એક વિકેટ મળી છે જ્યારે રવિન્દ્ર જાડેજા અને ઉમેશ યાદવને 2-2 વિકેટ મળી છે.