ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકા ટીમને (India Women vs South Africa Women) ટી20 સીરીઝ બાદ વનડે સીરીઝમાં પણ સફાયો કરી દીધો. ભારતીય ટીમે (India Womens) સોમવારે રમાયેલી ત્રીજી ટી20 મેચમાં દક્ષિણ આફ્રિકાને છ રનથી હરાવ્યા. આ બંન્ને ટીમોની વચ્ચે અત્યાર સુધીનું સૌથી રસાકસીભર્યો મુકાબલો હતો. ભારતે દક્ષિણ આફ્રિકાને પહેલી વાર આટલા ઓછા રનોના અંતરથી હરાવ્યા છે. આ ઓવરઓલ પણ ભારતની બીજી સૌથી નજીકની જીત છે. આ અગાઉ તેણે 2003માં ન્યૂઝીલેન્ડને પાંચ રન પરથી પરાજીત કર્યા હતા.
147ના લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ 36 ઓવરમાં 7 વિકેટે 119 બનાવ્યાં છે. એક્તા બિશ્ત 2, દિપ્તી શર્મા 2 વિકેટ, રાજેશ્વરી ગાયકવાડે 2 વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકાને 83 બોલમાં 28 રન બનાવવાની જરૂર છે. ભારતને મેચ જીતવા માટે 3 વિકેટની જરૂર છે.