ન્યુઝ ડેસ્કઃ આ પહેલા ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. ભારતે પ્રથમ બેટીંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટે 165 રન બનાવ્યા. જેમાં મનિષ પાંડે ફિફ્ટી કરી નોટ આઉટ રહ્યો હતો. તેણે 36 બોલમાં 50 રન બનાવ્યા હતા. 166 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં 22 રન પર ન્યૂઝીલેન્ડની પ્રથમ વિકેટ પડી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી કોલિન મુનરોએ સૌથી વધુ 64 રન બનાવ્યા હતા.
આ મેચમાં ટીમ ઈન્ડિયામાં ત્રણ બદલાવ કરવામાં આવ્યા હતા. જેમાં રોહિત શર્માને સ્થાને સંજૂ સૈમસનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સિવાય રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શામીને પણ આરામ આપવામાં આવ્યો હતો. લોકેશ રાહુલ સાથે ઓપનિંગ કરવા આવેલો સંજૂ સૈમસન માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. સંજૂ સૈમસન બાદ કેપ્ટન વિરાટ કોહલી પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો અને 11 રન બનાવી આઉટ થયો હતો.
- સુપર ઓવરનો રોમાંચ
ભારત તરફથી જસપ્રીત બુમરાહે સુપર ઓવર ફેંકી હતી જેમાં 13 રન આપ્યા હતા.
- પ્રથમ બોલ ટિમ શિફર્ટ બે રન
- બીજો બોલ ટિમ શિફર્ટ ચાર રન
- ત્રીજો બોલ ટિમ શિફર્ટ બે રન
- ચોથો બોલ ટિમ શિફર્ટ આઉટ
- પાંચમો બોલ મુનરો ચાર રન
- છઠ્ઠો બોલ મુનરો 1 રન