વેલિંગ્ટનઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ વેલિંગ્ટનમાં રમાઇ રહી છે. વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેની આગેવાની હેઠળ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ગ્રાઉન્ડમાં રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ન્યુઝીલેન્ડના બોલરોએ 5 ભારતીય બેટ્સમેનોને પવેલીયન મોકલી દીધા હતા. હાલ રહાણે 38 રને અને પંત 10 રન બનાવી રમતમાં છે.
ટી-બ્રેક પછી વરસાદના કારણે પ્રથમ દિવસની મેચ અટકાવી પડી હતી. ભારતે 5 વિકેટ ગુમાવી 122 રન બનાવ્યા હતા. રહાણે 38 રન બનાવાની સાથે રમતમાં છે, તેની સાથે રૂષભ પંત છે, જે 10 રનના સ્કોર સાથે રમી રહ્યો છે.
NZvsIND: ટી-બ્રેક સુધી ભારતનો 122/5 સ્કોર, વરસાદે મેચ અટકાવ્યો
ઓપનિંગ બેટ્સમેન મંયક અગ્રવાલે 84 બોલમાં 38 રન બનાવ્યા હતા. મયંકે ટ્રેન્ટ બાઉલ્ટના બોલ પર જેમિસન કેચ આપી દીધો હતો.
NZvsIND: ટી-બ્રેક સુધી ભારતનો 122/5 સ્કોર, વરસાદે મેચ અટકાવ્યો
NZvsIND: ટી-બ્રેક સુધી ભારતનો 122/5 સ્કોર, વરસાદે મેચ અટકાવ્યો
88 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી હતી. જે બાદ 101ના સ્કોર પર જેમ્સે હનુમા વિહારી (7)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
NZvsIND: ટી-બ્રેક સુધી ભારતનો 122/5 સ્કોર, વરસાદે મેચ અટકાવ્યો
વનડેમાં નબળા ફોર્મ સાથે સંઘર્ષ કરનાર પૃથ્વી શો ટેસ્ટમાં પણ તેનું ફોર્મ પરત મેળવી શક્યો નહીં. પૃથ્વી શો યજમાન ટીમના અનુભવી બોલર ટીમ સામે ટકી શક્યો નહીં. શોની વિકેટ 16 રનના સ્કોર પર પડી હતી.
NZvsIND: ટી-બ્રેક સુધી ભારતનો 122/5 સ્કોર, વરસાદે મેચ અટકાવ્યો