- અક્ષર પટેલે આ મેચથી ટેસ્ટમાં કર્યુ પદાર્પણ
- બુમરાહને આરામ આપી મોહમદ સિરાજ રમશે મેચ
- ભારતના ટેસ્ટમાં પૂન:આગમન માટે મહત્વની મેચ
ન્યૂઝ ડેસ્ક: MA ચિદંબરમ સ્ટેડીયમમાં ભારત અને ઈન્ગલેંડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચ સિરીઝની શનિવારના રોજ બીજી મેચ યોજાઈ રહી છે. ટોસ જીતીને કેપ્ટન વિરાટ કોહલીએ પહેલા બેટીંગ સ્વીકારી છે.
ભારત માટે મહત્વની મેચ
આ મેચથી ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટેસ્ટમાં પદાર્પણ કરવાની તક મળી છે. અક્ષર પટેલ ભારત માટે ટેસ્ટમાં ડેબ્યુ કરનારા 302 નંબરના ખેલાડી બન્યા હતા. જ્યારે વિરાટ કોહલીએ જસમીત બુમરાહને આરામ આપી મોહમદ સિરાજને પ્લેઈન્ગ ઈલેવનમાં સમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચેન્નઈમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારત 227 રનથી હાર્યુ હતું. તેથી જ ભારતના ટેસ્ટમાં પૂન:આગમન માટે આ મેચ ખુબ જ મહત્વની છે.
ભારતીય ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકિપર), રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, કુલદીપ યાદવ, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, મોહમદ સિરાજ, અક્ષર પટેલ
ઈન્ગલેંડ ટીમ: જૉ રૂટ (કેપ્ટન), બ્રેન ફોક્સ (વિકેટકિપર), ડોમ સિબ્લે, રોરી બન્સ, ડેનિયલ લૉરેન્સ, બેન સ્ટોક્સ, ઓલી પોપ, મોઈન અલી, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ, ઓલી સ્ટોન