ગુજરાત

gujarat

ETV Bharat / sports

ICC અંડર-19 વર્લ્ડકપ: જાણો કેવું રહ્યું ભારતીય ટીમનું પ્રદર્શન, જુઓ પોઈન્ટ ટેબલ - latestsportsnews

ન્યૂઝ ડેસ્ક: ભારત અને જાપાન વચ્ચે દક્ષિણ આફ્રિકાના બ્લૂમફોનટેનમાં રમાયેલી ICC અંડર-19 વર્લ્ડકપ 2020 મેચમાં ભારતે મોટી જીત હાંસલ કરી છે. ભારતે જાપાન સામે 10 વિકેટે જીત મેળવી હતી. ICC અંડર-19 વર્લ્ડકપમાં ભારતીય ટીમનો હજુ સુધી શ્રીલંકા અને જાપાન સામે સામનો થયો છે. બંને મુકાબલામાં ભારતે જીત મેળવી છે.

etv bharat
etv bharat

By

Published : Jan 22, 2020, 12:54 PM IST

ભારતીય યુવા ખેલાડીઓ માટે ICC અંડર- 19 વર્લ્ડકપ (ICC Under-19 cricket world cup) ખુબ સારો સાબિત થયો છે, ત્યારે આ અંડર-19 વર્લ્ડકપ ટ્રોફી માટે ભારતને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ અન્ય ટીમોના પ્રદર્શનની વાત કરવામાં આવે તો કોઈ એવી ટીમ નથી. જે પ્રતિસ્પર્ધી ટીમ પર હાવી જોવા મળી હોય.

શ્રીલંકા સામે સામનો

ICC અંડર- 19 વર્લ્ડ કપ

ભારતે ICC અંડર- 19 વર્લ્ડકપના પ્રથમ મેચની વાત કરીએ તો ભારતનો સામનો શ્રીલંકા સામે થયો હતો. જેમાં ભારતે 90 રને જીત મેળવી છે. આ મેચ પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 4 વિકેટ પર 297 રનનો સ્કોર ઉભો કર્યો હતો. શ્રીલંકાને જીતવા માટે 298 રનનો ટાર્ગેટ સામે હતો, પરંતુ શ્રીલંકાની ટીમ 45.2 ઓવરમાં 207 રનમાં જ સમેટાઈ હતી અને ભારતે ટીમમાં વિજ્ય મેળવ્યો હતો.

ભારતીય ટીમ ગ્રુપ- Aમાં યશસ્વી જાયસવાલ 59, તિલક વર્મા 46, કેપ્ટન પ્રિયમ ગર્ગ 56, ધ્રુવ જુરેલે અણનમ 52 અને સિદ્ધેશ વીરે અણનમ 44 રનની મદદથી 50 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 297 રન બનાવ્યાં હતાં

જાપાન સામે સામનો

ICC અંડર- 19 વર્લ્ડ કપ

શ્રીલંકા સામેના મુકાબલામાં જીત મેળવ્યા બાદ ભારતનું લક્ષ્ય જાપાન વિરુદ્ધ જીત મેળવવાનું હતું. જાપાન સામેની મેચમાં ભારતે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે જાપાનને 41 રનમાં સમેટી હતી. આ બાદ ભારતના ક્રિકેટર યશસ્વી જયસ્વાલ 29 અને કુમાર ક્રુશાગ 13 રન બનાવી ભારતને 10 વિકેટથી જીત મેળવી હતી.મૈનગૉન્ગ ઓવરમાં રમાયેલ મેચમાં જાપાનના કેન્ટો ઓટા ડોબેલ અને શૂ નોગુચીએ સૌથી વધુ 7 રન ફટકાર્યા હતા. હવે ભારતનો આગામી મુકાબલો ન્યૂઝીલેન્ડ 4 જાન્યુઆરીના મૈનગોન્ગમાં હશે, તો ચાલો એક નજર કરીએ પોઈન્ટ ટેબલ પર

પોઈન્ટ ટેબલ
પોઈન્ટ ટેબલ

ABOUT THE AUTHOR

...view details