દુબેએ વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચની ટી -20 શ્રેણીની બીજી મેચમાં 30 બોલમાં 54 રન બનાવી ચર્ચામાં આવ્યા હતા. તેણે આ ઇનિંગ્સમાં ચાર સિક્સર પણ ફટકારી હતી.
આ પહેલા બાંગ્લાદેશની સામેની સિરીઝમાં તેને ખૂબ સારી બોલીંગ કરી હતી. અરુણે કહ્યું, "તે (દુબે) સારા ખેલાડી છે અને મને લાગી રહ્યું છે કે, દરેક મેચ સાથે તેમનો આત્મવિશ્વાસ વધે છે, જ્યારે તમે તેની બોલીંગ જોવો તો તેણે વેસ્ટઈન્ડિઝની અને મુંબઈ સામેની (ત્રીજી ટી 20 આઈ) માં પહેલી ઓવર નાખ્યા બાદ ખૂબ સારી રીતે વાપસી કરી હતી.