બધી મેચ ડેનાઈટ હશે. પ્રથમ વાર સુરત ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ મૅચ યોજાવાની છે. જેને લઈ સુરતના ક્રિકેટપ્રેમીઓ આતુર છે. આ આતુરતા ત્યારે વધી ગઈ જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ સોમવારે સુરત આવી પહોંચી છે. ટીમની મહિલા ક્રિકેટરો સાથે તેમની આખી ટીમ સુરત ગેટવે હોટલ આવી પહોંચી છે.
ભારત-સાઉથ આફ્રિકા મહિલા T-20: સાઉથ આફ્રિકાની મહિલા ટીમ પહોંચી સુરત સાઉથ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમસુને લુઉસ (કૅપ્ટન-ઓલ રાઉન્ડર), એની બોશ્ચ, તઝમીન બ્રિટ્સ, નદીને ડી પ્રીઝ (ટોપ ઓર્ડર બેટ્સમેન), લારા ગુડઆલ, શબનીમ ઇસ્માઇલ (બોલર), સીનાદો જાફટા (વિકેટ કીપર), અયાબોનગા ખાકા (બોલર) લિઝેલીએ લી (ઓપનિંગ બેટ્સમેન), એન.મલાબે, તુમી સેખુંખુંને (બોલર), નોનદુમિસો શાનગાસે, લૌરાં વૉલવારડત (ઓપનિંગ બેટ્સમેન)
સિરીઝનો કાર્યક્રમ- 24મી સપ્ટેમ્બર-પ્રથમ ટી-20 મેચ - સુરત
- 26મી સપ્ટેમ્બર-બીજી ટી-20 મેચ - સુરત
- 29મી સપ્ટેમ્બર-ત્રીજી ટી-20 મેચ- સુરત
- 01લી ઓક્ટોબર-ચોથી ટી 20 મેચ- સુરત
- 04થી ઓક્ટોબર-પાચમી ટી 20 મેચ -સુરત
T-20 પહેલા બંને ટીમ 2 અભ્યાસ મૅચ પણ રમાશે. લાલભાઈ કોન્ટ્રાકટ સ્ટેડિયમમાં 8 હજાર લોકો મૅચનો જોઈ શકશે. તેમજ કામચલાઉ રીતે બેઠક ક્ષમતા 20 હજારની કરવામાં આવી શકે.