સિડની: છેલ્લી વખત ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ટેસ્ટ સિરીઝ જીતી ઇતિહાસ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ઓફ્સ સ્પિનર નાથન લિયોને કહ્યું કે, યજમાન ઓસ્ટ્રેલિયા ટીમ આતુરતાથી ભારતીય ટીમની રાહ જોઇ રહી છે. લિયોને એમ પણ કહ્યું કે, આ શ્રેણી એશેઝની સમકક્ષ છે. ભારતીય ટીમે ચાલુ વર્ષના અંતે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે. જેમાં ચાર મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે.
ભારત સામેની શ્રેણી એશેઝ સીરિઝ સમાન: નાથન લિયોન - ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની શ્રેણી
ઓસ્ટ્રેલિયાના ઓફ્સ સ્પિનર નાથન લિયોને કહ્યું કે, ભારત સામેની શ્રેણી હાલમાં સૌથી મોટી શ્રેણી છે. જેને એશેઝ સીરિઝ સમાન ગણી શકાય.
ક્રિકેટ ડોટ કોમના એયુ ફેસબુક પેજ પર પ્રકાશિત થયેલા વીડિયોમાં લિયોને કહ્યું કે, "અમે ઓસ્ટ્રેલિયા તરફથી રમતી વખતે મેચ અથવા સીરિઝ ગુમાવવા માંગતા નથી. જો કે, સ્વાભાવિક છે કે ભારતે થોડા સમય પહેલા અમને પરાજિત કરી ગઈ હતી, જેથી અમે ઇચ્છીએ છીએ. ભારત અહીં આવે. એશેઝની જેમ આ શ્રેણી પણ મોટી સાબિત થશે. ભારતીય ટીમ સુપરસ્ટાર ખેલાડીઓથી ભરેલી છે અને આ પ્રવાસ એક મહાન શ્રેણી બનશે."
લિયોને કહ્યું કે, આવતા મહિનાથી શરૂ થનારી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની શ્રેણી પર સૌઉ કોઈની નજર છે. આ શ્રેણી કોવિડ-19 પછી ક્રિકેટના પુનરાગમનની પ્રથમ શ્રેણી હશે. લિયોને કહ્યું કે, હું જુદા-જુદા ખેલાડીઓને જોવાનો પ્રયત્ન કરીશ અને એમની રમત જોઈશ. હું ખૂબ જ ઉત્સાહિત છું.