- ભારતે બીજું સ્થાન જાળવી રાખ્યું
- આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની સ્પર્ધામાં રહ્યું
- ઓસ્ટ્રેલિયા સામે જીત બાદ 72.02 પોઇન્ટ સાથે બીજા ક્રમે
દુબઈઃ ભારત આવતા વર્ષે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની સ્પર્ધામાં રહ્યું કારણ કે બુધવારે માઉન્ટ મૌનગુની ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને 101 રને પરાજય આપ્યો હોવા છતાં, તેણે વર્ષના અંતે બીજા સ્થાને જાળવી રાખ્યું હતું. આ દરમિયાન ન્યૂઝીલેન્ડ ત્રીજા સ્થાને તેની સ્થિતિ મજબૂત બનાવતાં 66.7 પોઇન્ટ સાથે સાથે ભારતની થોડીક નજીક પહોંચી ગયું છે. 60.8 પોઇન્ટ સાથે ઇંગ્લેન્ડ ચોથા ક્રમે, પાકિસ્તાન 34.6 પોઇન્ટ સાથે પાંચમાં ક્રમે અને દક્ષિણ આફ્રિકા 28 પોઇન્ટ સાથે છ્ઠ્ઠા ક્રમે છે. શ્રીલંકા 26.7 પોઇન્ટ સાથે સાતમાં નબર પર અને વેસ્ટ ઇન્ડિઝ 11.1 પોઇન્ટ સાથે આઠમાં ક્રમે છે.