ગુજરાત

gujarat

ETV Bharat / sports

SA ક્રિકેટરોનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ, લૉકડાઉનનું કરશે પાલન - proteas covid-19 report negative

18 માર્ચે ભારતથી પરત ફરેલા સાઉથ-આફ્રિકાના ક્રિકેટરોનો સેલ્ફ-આઈસોલેશન સમય પૂર્ણ થયો છે. પરંતુ બીજા દેશોની જેમ જ તેઓ 2 અઠવાડિયા માટે લૉકડાઉનનું પાલન કરશે અને પોતાના ઘરોમાં રહેશે.

India-returned SA cricketers are COVID-19 negative
SA ક્રિકેટરોનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ

By

Published : Apr 3, 2020, 5:25 PM IST

જોહાનિસબર્ગ : સાઉથ આફ્રિકાની ટીમનો ભારત પ્રવાસ અધૂરો રહ્યો હતો. કોરોના વાઈરસને લીધે તેઓ સાઉથ આફ્રિકા પરત ફર્યાં હતા. ટીમના ચીફ મેડિકલ ઑફિસર ડૉ. શુએબ માંજરના જણાવ્યા પ્રમાણે, 'ક્રિકેટરોને 14 સેલ્ફ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. બધાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે'. બધા જ ક્રિકેટરો લૉકડાઉનનું પાલન કરશે અને પોતોના ઘરોમાં જ રહેશે.

પ્રથમ મેચ ધર્મશાલામાં હતી, જે વરસાદને લીધે રદ્દ થઈ હતી. જ્યારે બીજી અને ત્રીજી વન-ડે લખનઉ અને કોલકાતામાં 15 માર્ચ અને 18 માર્ચે યોજાવાની હતી. પરંતુ વૈશ્વિક મહામારી કોરોનાના લીધે બધી જ મેચને રદ્દ કરવામાં આવી હતી.

સાઉથ આફ્રિકામાં પણ 21 દિવસનું લૉકડાઉન છે. દવાઓ, જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા સિવાય બહાર નીકળવાની મનાઈ છે. સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડ બધા ખેલાડીઓની ફિટનેસ જળવાઈ રહે તે માટે તેમને ટ્રેનિંગ પ્રોગામમાં મોકલ્યા છે. જૂન સુધી સાઉથ આફ્રિકાની ટીમે કોઈ પણ મેચનો પ્રોગ્રામ નક્કી કર્યો નથી.

ABOUT THE AUTHOR

...view details