નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર ઇયાન ચેપલે કહ્યું કે, ભારતીય બેટ્સમેનને ન્યૂઝીલેન્ડના પડકાર રૂપી પીચ પર ચપળતા અને આક્રમકતા વચ્ચે સંતુલન બનાવવુ જરૂરી હતું. ઇયાન ચપલે એક ક્રિકેટની વેબસાઇટમાં લખ્યુ કે, "ન્યૂઝીલેન્ડમાં ઇગ્લેન્ડની જેમ જ પીચ વિકેટમાં ઝડપી હોય છે અને જ્યાં ઓસ્ટ્રેલિયાની તુલનાએ વધારે ચપળતા જરૂરી બની રહે છે.
તેઓએ કહ્યું કે, "જે પણ કારણ છે, નંબર વન ટીમની બેટિંગ ખરાબ રહી હતી, જે બંને ઇનિંગ્સમાં 200 રન સુધી પહોંચવામાં પણ સફળ રહી નહોતી. ચેતેશ્વર પૂજારાને લઇને કહેતા જણાવ્યું કે, "ત્રીજા નંબર પર બેટ્સમેનને વખોળવો તે મુશ્કેલ છે, કારણ કે 2018-19માં ઓસ્ટ્રેલિયામાં ભારતની જીતમાં પૂજારાની ભૂમિકા મહત્વની રહી હતી. તે ટીમમાં સંતુલન જાળવી રાખવા માટે વન ડાઉન તરીકે પૂજારા એક આદર્શ પ્લેયર છે.