હૈદરાબાદ: વર્ષ 2007માં આજના દિવસે એટલે કે, 24 સપ્ટેમ્બરના વર્લ્ડ T20માં ભારતીય ટીમે જીતનો ડંકો વગાડ્યો હતો અને પ્રથમ વખત T20 વર્લ્ડ કપની ચેમ્પિયન ટીમ બની હતી. આ ટીમનું નેતૃત્વ મહેન્દ્ર સિંહ ધોનીએ કર્યું હતુ. આજના દિવસે જ ભારતે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. આ T20 વર્લ્ડ કપની યજમાની સાઉથ આફ્રિકાએ કરી હતી.
ON THIS DAY : 13 વર્ષ પહેલા પાકિસ્તાનને હરાવી ભારત T20 ચેમ્પિયન બન્યું હતું - મહેન્દ્ર સિંહ ધોની
આજનો દિવસે ભારતીય ક્રિકેટ ફેન્સ માટે ખુબ જ ખાસ છે. ભારતે 13 વર્ષ પહેલા આજના દિવસે તેનો પ્રથમ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. સાઉથ આફ્રિકાના જોહનિસબર્ગ મેદાન પર રમાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 રનથી હાર આપી હતી.
રમત ગમતના સમાચાર
આપને જણાવી દઈએ કે, મેચમાં ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 157 રન બનાવ્યા હતા. મેચમાં ગૌતમ ગંભીરે ધમાકેદાર ઈનિંગ્સ રમી 54 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 75 રન કર્યા હતા. યુવરાજ સિંહે પણ ગંભીરની સાથે 63 રનની પાર્ટનરશીપ કરી હતી.
158 રનના લક્ષ્યાંકને પૂર્ણ કરવા મેદાને ઉતરેલી પાકિસ્તાનની ટીમે પ્રથમ વિકેટ પહેલી ઓવરમાં જ ગુમાવી હતી. આ મેચમાં ઈરફાન પઠાણ મેન ઓફ ધ મેચ બન્યો હતો. ઈરફાને 4 ઓવરમાં માત્ર 16 રન આપી 3 વિકેટ ઝડપી હતી.