ગુજરાત

gujarat

ETV Bharat / sports

IND vs ENG : ભારતે છેલ્લી વન-ડે સાથે સિરીઝ પણ 2-1થી પોતાના નામે કરી - શાર્દુલ ઠાકુર

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડે મેચમાં ભારતે સાત રનથી વિજય મેળવ્યો હતો. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને શાર્દુલ ઠાકુરની શાનદાર બોલિંગને કારણે ભારતે છેલ્લી ઓવરમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. આ સાથે ભારતે વન-ડે સિરીઝ 2-1થી જીતી લીધી હતી.

IND vs ENG
IND vs ENG

By

Published : Mar 28, 2021, 10:59 PM IST

  • અંતિમ વન-ડે મેચમાં ભારતને સાત રનથી જીતી મળી
  • ભારતે સિરીઝ 2-1થી પોતાના નામે કરી
  • ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે ઝડપી 4 વિકેટ

ન્યૂઝ ડેસ્ક : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડે મેચમાં ભારતને સાત રનથી જીતી મળી હતી. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને શાર્દુલ ઠાકુરની શાનદાર બોલિંગને કારણે ભારતે છેલ્લી ઓવરમાં ઈંગ્લેન્ડને હરાવી દીધું હતું. આ સાથે ભારતે વન-ડે સિરીઝ પણ 2-1થી જીતી લીધી હતી.

અંતિમ વન-ડે મેચમાં ભારતને સાત રનથી જીતી મળી

આ પણ વાંચો -Ind vs Eng, 4th T-20: 'સૂર્ય' કુમાર ચમક્યો, ડેબ્યુ ઈનિંગમાં જ ફિફ્ટી ફટકારી

શિખર ધવન, ઋષભ પંત અને હાર્દિક પંડ્યાએ અર્ધી સદી ફટકારી

ભારતીય ટીમે પહેલા બેટિંગ પસંદ કરીને ઇંગ્લેન્ડ સામે 330 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી શિખર ધવન, ઋષભ પંત અને હાર્દિક પંડ્યાએ અર્ધી સદી ફટકારી હતી. જ્યારે ઇંગ્લેન્ડ તરફથી માર્ક વુડે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આદિલ રશીદની વિસ્ફોટક બોલિંગથી ભારતનો ટોપ ઓર્ડર પેવેલિયન ભેગો થઇ ગયો હતો. તેને બે મહત્વપૂર્ણ વિકેટ પણ લીધી હતી. સેમ કરન, રીસ ટોપલી, બેન સ્ટોક્સ, મોઈન અલી અને લીમ લિવિંગસ્ટોને પણ એક-એક વિકેટ મળી હતી.

આ પણ વાંચો -IND vs ENG: વનડે સિરીઝની બીજી મેચમાં ભારતીય ટીમની 6 વિકેટથી હાર

ડેવિડ મલાને ઈંગ્લેન્ડ માટે તેની કારકિર્દીની પહેલી અર્ધસદી ફટકારી

ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડની રોમાંચક ઇનિંગ્સમાં 317/9 રન થઈ શક્યા હતા. ડેવિડ મલાને ઈંગ્લેન્ડ માટે તેની કારકિર્દીની પહેલી અર્ધસદી ફટકારી હતી. તેના સિવાય સેમ કરને ઇંગ્લેન્ડને પણ વિજયની આરે પહોંચાડવામાં મદદ કરી હતી, પરંતુ નટરાજનની ડેથ બોલિંગની મદદથી ભારતે આ મેચ જીતી લીધી હતી. ભારત તરફથી ઝડપી બોલર શાર્દુલ ઠાકુરે 4 વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમારે પણ ઘાતક બોલિંગ કરીને 3 મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. આ સાથે ટી નટરાજે એક વિકેટ ખેરવી હતી.

આ પણ વાંચો -ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી વનડે મેચઃ ઈંગ્લેન્ડને જીત માટે 330 રનનો લક્ષ્યાંક ભારતે આપ્યો

ABOUT THE AUTHOR

...view details