ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઓસ્ટ્રેલિયામાં ડે નાઇટ ટેસ્ટ મેચ રમાવા માટે તૈયાર: કોહલી - વિરાટ કોહલી

મુંબઈ: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ વનડે મચેની સીરિઝની પ્રથમ મેચ 14 જાન્યુઆરીએ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. વિરાટ કોહલીએ કહ્યું કે, ભારત ઓસ્ટ્રેલિયામાં ડેનાઇટ ટેસ્ટ રમવા માટે તૈયાર છે.

virat
કોહલી

By

Published : Jan 13, 2020, 6:38 PM IST

કોહલીએ સોમવારે PCમાં કહ્યું કે, અમે ભારતમાં ડે નાઇટ ટેસ્ટ રમ્યા છીએ, જેથી અમે લોકો બહુ જ ખુશ છીએ. જે ટેસ્ટ સીરિઝ માટે મહત્વનો ભાગ બની ગયો હતો. કોહલીએ કહ્યું કે, અમે ડેનાઇટ ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર છીએ.

ઓસ્ટ્રેલિયામાં ડે નાઇટ ટેસ્ટ મેચ રમાવા માટે તૈયાર: કોહલી

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયાનું કોઈ પણ સ્ટેડિયમ હોય ગાબા કે પર્થ, કંઇ ફેર નહી પડે, ભારત પાસે કોઈ પણ ટીમ સામે જીતવાની તાકાત છે.

ઉલ્લેખનીય છે કે, કોહલીએ કેપ્ટનશીપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે 2-1થી હરાવ્યું હતું. કોહલીએ આ વર્ષે જે ઓસ્ટ્રેલિયન ટીમનો સમાનો કરવાનો છે, તે વધારે મજબૂત છે.

ઓસ્ટ્રેલિયામાં ડે નાઇટ ટેસ્ટ મેચ રમાવા માટે તૈયાર: કોહલી

આ ટીમમાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની વાપસી થઇ ચૂકી છે. આ સિવાય માર્નસ લાબુશેન જેવોન પ્રતિભાશાલી ખેલાડી પણ છે.

કોહલીએ કહ્યું કે, ગત સીરિઝ કરતા ઓસ્ટ્રેલિયામાં આ સીરિઝ વધારે મુશ્કેલ હશે. વિરાટે કહ્યું કે, બેટિંગ અને બોલિંગ બંનેમાં આ સીરિઝ મુશ્કેલ રહેશે.

કોહલીએ કહ્યું કે, અમે ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ટોપ પર છીએ. જેથી આ સીરિઝ મહત્વપૂર્ણ છે.

ABOUT THE AUTHOR

...view details