ગુજરાત

gujarat

By

Published : Jun 13, 2019, 8:34 AM IST

Updated : Jun 13, 2019, 10:02 PM IST

ETV Bharat / sports

WORLD CUP 2019: ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ વરસાદમાં ધોવાઇ

નોટિંઘમઃ ICC વર્લ્ડ કપ-2019 (World Cup 2019)માં આજે ભારતનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થવાનો હતો. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમે આ વર્લ્ડ કપમાં રમાયેલી દરેક મેચમાં જીત મેળવી ચૂક્યા છે. પણ મેચ શરૂ થવાના પહેલા જ વરસાદ શરૂ થઇ ગયો હતો. જેના કારણે મેચ ધોવાઇ ગઇ હતી. જો કે આ વરસાદ આવવાના કારણે બન્ને ટીમોને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યો છે.

World Cup 2019: ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ વરસાદમાં ધોવાઇ

આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બપોરે 3 વાગ્યે મેચ રમાવાની હતી. પણ વરસાદના વિધ્નએ મેચ ધોઇ નાખી હતી. લાંબા સમય સુધી વરસાદ ચાલુ રહેવાથી અંતે મેચ રદ કરી બન્ને ટીમને 1-1 પોઇન્ટ આપી દીધા હતા.

વરસાદના કારણે વર્લ્ડ કપની 3 મેચ રદ થઈ ચૂકી છે. તો આ વર્લ્ડ કપમાં ન્યૂઝીલન્ડની ટીમે અત્યાર સુધીમાં 3 મેચ રમી છે. જેમાની તમામ મેચમાં ન્યુઝિલેન્ડે જીત મેળવી છે. જ્યારે ભારતની ટીમે 2 મેચ રમીને બન્ને મેચમાં જીત મેળવી છે. ભારતે પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને માત આપી હતી. જ્યારે બીજી મેચમાં ઑસ્ટ્રેલિયાને હાર આપી હતી.

Last Updated : Jun 13, 2019, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details