ભારતીય ક્રિકટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ BCCI અધ્યક્ષનું પદ સંભાળતાની સાથે ડે-નાઈટ ટેસ્ટ રમાવાને લઈને કેપ્ટન કોહલીને મનાવી લીધો હતો.
BCBએ મંગળવારે BCCIના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.
બાંગ્લાદેશની ટીમના કોચ રસેલ ડોમિંગોએ કહ્યું કે, ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ભારતની સામે આ મોટી મેચ હશે. આ શાનદાર તક છે. ભારતે પણ હજુ સુધી ડે-નાઈટ ટેસ્ટ નથી રમી. આ બંને ટીમો માટે નવું છે અને બંનને એકબીજાને નજીક લાવશે.
આ પણ વાંચો...બાંગ્લાદેશની સામે ટેસ્ટ અને T-20 માટે ભારતીય ટીમ જાહેર
BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ હંમેશા પિંક બોલ ક્રિકેટની વકિલાત કરી છે. ગાંગુલી 2016-17માં જ્યારે ટેકનીકલ સમિતિના સભ્ય હતાં, ત્યારે તેમણે ઘરેલૂ ક્રિકેટમાં પિંક બોલના ઉપયોગની ભલામણ કરી હતી. ગાંગુલીએ તે સમયે ડે-નાઈટ ટેસ્ટની વકાલત કરી હતી.