વિગતો મુજબ, આગામી જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા-ભારત સાથે ત્રણ વન-ડે મૅચ રમશે. જેમાં બીજો વન-ડે મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમને મળ્યો છે. રાજકોટમાં મૅચ રમનાર હોય તેની ટિકિટનું વહેંચાણ આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે.
રાજકોટમાં 17 જાન્યુઆરીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડેની તૈયારીઓ શરૂ
રાજકોટ: રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે આગામી 17 જાન્યુઆરી 2020ના રોજ વન-ડે મૅચ રમાનાર છે. જેને લઈને ફરી એકવખત રાજકોટવાસીઓમાં ક્રિકેટ મૅચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
rajkot
જેમાં ઓનલાઈન ટિકિટનું વહેંચવામાં 1 જાન્યુઆરીથી તેમજ આઉટલેટ વહેંચણ 9 જાન્યુઆરીથી થશે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ અગાઉ પર રાજકોટમાં બે મેચ રમી ચુકી છે. રાજકોટમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેના વન-ડે મૅચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.