ગુજરાત

gujarat

ETV Bharat / sports

ત્રીજી T-20: ભારતે અંતિમ T-20માં વેસ્ટ ઇન્ડિઝને 67 રને હરાવ્યું - T-20 મેચ

મુંબઇ: ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરિઝની ત્રીજી T-20માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 20 ઓવરમાં 3 વિકેટે 240 રન કર્યા છે. વિન્ડિઝને 241 રનનું લક્ષ્ય આપ્યું છે. રાહુલ અને રોહિત શર્માએ ટીમને ધમાકેદાર શરુઆત આપતા 8 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 135 રનની ભાગીદારી કરી હતી. રાહુલે 56 બોલમાં 9 ચોક્કા અને 4 છગ્ગાની મદદથી 91 રન કર્યા હતા. જ્યારે રોહિતે 34 બોલમાં 71 રન કર્યા હતા. વિરાટ કોહલીએ 29 બોલમાં 70 રન ફટકાર્યા છે.વેસ્ટ ઇન્ડિઝના 17 પર 3 વિકેટ પડી ગઇ છે.ભારતે ત્રણ મેચની સીરિઝની અંતિમ T-20માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઇન્ડિઝને 67 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે 2-1થી સીરિઝ પોતાના નામે કરી હતી. ભારતની આ વિરાટ કોહલીની કપ્તાનીમાં T-20માં આઠમી સીરિઝ જીત છે. 241 રનનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 173 રન જ કરી શકી હતી.

ભારતે વિન્ડિઝને સીરિઝ જીતવા 241 રનનું લક્ષ્ય આપ્યું
ભારતે વિન્ડિઝને સીરિઝ જીતવા 241 રનનું લક્ષ્ય આપ્યું

By

Published : Dec 11, 2019, 10:17 AM IST

Updated : Dec 11, 2019, 10:48 PM IST

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની સીરીઝની છેલ્લી T-20 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. બંને ટીમની પાસે સીરીઝ જીતવાની તક છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીની બોલિંગ પંસદ કરી છે. રોહિત શર્મા અને રાહલ બેટિંગ કરી રહ્યાં છે.ભારતની પ્રથમ વિકેટ પડી ગઇ છે. ત્યારે રોહિત શર્મા શાહિદ આફ્રિદી અને ક્રિસ ગેલ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 400 સિક્સ ફટકારનાર ત્રીજો બેટ્સમેન બન્યો છે.

પ્રેક્ટીશ
પ્રેક્ટીશ સેશન

હૈદરાબાદમાં રમાયેલી મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના સર્વાધીક ઇનિગ્સની મદદથી ભારત સન્માનજનક ટાર્ગેટ બનાવી જીત હાંસિલ કરી હતી. પરંતુ, તિરુવનંતપુરમમા રમાયેલી બીજી T-20 મેચમાં વિન્ડીઝે આસાનીથી મેચ જીતી અને શ્રેણીની બરોબરી કરી હતી.

આ બંને મેચમાં જો જોવામાં આવે તો ભારતની ફિલ્ડીંગ નિરાશા જનક રહી હતી. બંને મેચમાં ભારતે કેચ છોડ્યા હતાં. બીજા મેચમાં કોહલીએ કહ્યું કે, આ રીતે જ જો ફિલ્ડિંગ થશે તો કોઇ પણ ટાર્ગેટને ચેન્જ નહી કરી શકીએ.

હવે ત્રીજી T-20 એક પડકાર છે. તેવામાં કોહલી અને કોચ રવિ શાસ્ત્રીનું ધ્યાન એ પર જરૂર હશે કે ટીમ આ મેચમાં ફીલ્ડિંગ સારી કરે.

ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, સંજુ સેમસન, ઋષભ પંત (વિકેટકીપર), મનીષ પાંડે, શ્રેયસ અય્યર, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, ભુવનેશ્વર કુમાર અને મહોમ્મદ શમી

વેસ્ટઇન્ડિઝ ટીમ: કેરોન પોલાર્ડ (કેપ્ટન), ફેબિયન એલન, શેલ્જન કોટરેલ, શિમરન હેટમાયેર, જેસન હોલ્ડર, બ્રેંડન કિંગ, ઇવિન લુઇસ, કીમો પોલ, નિકોલસ પૂરન, ખારી પીએરે, દિનેશ રામદીન, શેરફાને રદરફોર્ડ, લેન્ડલ સિમન્સ, હેડન વોલ્શ જૂનિયર અને કિસરિક વિલિયમ્સ

Last Updated : Dec 11, 2019, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details