ગુજરાત

gujarat

ETV Bharat / sports

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરિઝ માટે ભારતીય ટીમ જાહેર - GUJARAT

સ્પોર્ટ્સ ડેસ્કઃ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ જાહેર કરાયા છે. 3 ઑગષ્ટથી શરૂ થઈ રહેલી સિરિઝ માટે મુંબઈમાં રવિવારે BCCIની બેઠક મળી હતી. ભારતીય ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ વિકેટકીપર અને બેટ્સમેન તરીકે ઋષભ પંતનો સમાવેશ કરાયો છે.

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરિઝ માટે ભારતીય ટીમ જાહેર

By

Published : Jul 21, 2019, 3:14 PM IST

શનિવારે મહેન્દ્ર સિંહ ધોનીએ BCCIને જણાવ્યું હતું કે, તેઓ હાલ કોઈ મેચ નહીં રમે. તેનું કારણ આપતા ધોનીએ કહ્યું હતું કે, આગામી બે મહિના તેઓ પૈરા સૈન્ય રેજિમેન્ટની સાથે રહેશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમે 3 T-20 આંતરરાષ્ટ્રીય, 3 વન-ડે અને 2 ટેસ્ટ મેચ રમવાની છે.

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરિઝ માટે ભારતીય ટીમ જાહેર
IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરિઝ માટે ભારતીય ટીમ જાહેર

3 T-20 માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વા.કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત(વિકેટ કીપર), કૃણાલ પંડ્યા, રવીન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, દીપક ચાહર, નવદીપ સૈની

વન-ડે ટીમ માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વા.કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત(વિકેટ કીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, કેદાર જાધવ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, નવદીપ સૈની

બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વા.કેપ્ટન), મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, રોહિત શર્મા, ઋષભ પંત(વિકેટ કીપર), રીદ્ઘિમાન શાહ, આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ

ક્યારે રમાશે મેચ?

મેચ તારીખ-સમય સ્થળ
પ્રથમ T-20 3 ઑગષ્ટ 2019 - 8 PM ફ્લોરિડા
બીજી T-20 4 ઑગષ્ટ 2019 - 8 PM ફ્લોરિડા
ત્રીજી T-20 6 ઑગષ્ટ 2019 - 8 PM ગુયાના
પ્રથમ વનડે 8 ઑગષ્ટ 2019 -7 PM ગુયાના
બીજી વનડે 11 ઑગષ્ટ 2019 - 7 PM ત્રિનિદાદ
ત્રીજી વનડે 14 ઑગષ્ટ 2019 - 7 PM ત્રિનિદાદ
પ્રથમ ટેસ્ટ 22-26 ઑગષ્ટ 2019 - 7 PM એંટિગુઆ
બીજી ટેસ્ટ 30 ઑગષ્ટથી 3 સપ્ટેમ્બપ 2019 - 8 PM જમૈકા

ABOUT THE AUTHOR

...view details