આજે ભારત અને શ્રીલંકા વચ્ચે નિર્ણાયક મેચ છે જેના પગલે શ્રીલંકા ટીમ સાવચેતી સાથે આજે મેદાને ઉતરશે.
ઉલ્લેખનિય છે કે ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર બુમરાહના પરત ફર્યા બાદ ટીમ બોલીંગ આક્રમણ મજબુત બન્યુ છે. બીજી T-20માં નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુરે મળીને 5 વિકેટ પોતાના નામે કરી હતી જ્યારે બુમરાહે 4 ઓવરમાં 32 રન આપી અને 1 વિકેટ પોતાના નામે કરી હતી.
આ સીરીઝ બુમરાહ માટે મહત્વની રહેશે કારણ કે ન્યુઝીલેન્ડ પ્રવાસ હોય જેના પગલે ઉપયોગી સાબીત થઇ શકે છે.
બેટિંગ ઓર્ડરની જો વાત કરવામાં આવે તો ભારતીય ટીમમાં શિખર ધવનનું ફોર્મ ચિંતાનો વિષય બન્યો છે. જ્યારે લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર અને કોહલી વિરોધી ટીમ માટે પડકાર રૂપ છે. ઇન્જરી બાદ ધવન અને બુમરાહને પોતાની લયમાં પરત ફરવામાં મુશ્કેલી સર્જાઇ રહી છે.
શ્રીલંકાની જો વાત કરવામાં આવે તો તેનું પ્રદર્શન નિરાશાજનક છે. શ્રીલંકન કોચ બેટ્સમેનથી નારાજ નજર આવતા હતા. જ્યારે બોલરની વાત કરવામાં આવે તો શ્રીલંકાને એક ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર ઇસુરૂ ઉદાના ઇન્જરીને લઇને નિર્ણાયક મેચ નહીં રમી શકે. જવાબદાર તરીકે સીનીયર ફાસ્ટ બોલર અને કેપ્ટન લસીથ મલીંગા પણ તેના લયમાં પરત ફર્યા નથી જે પણ યજમાન ટીમ માટે સારા સમાચાર નથી.
સંભવીત ટીમ :
ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), જસપ્રીત બુમરાહ, યુજુવેન્દ્ર ચહલ, શિખર ધવન, શિવમ દુબે, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મનીષ પાંડે, ઋષભ પંત(વિકેટકીપર), લોકેશ રાહુલ, નવદીપ સૈની, સંજુ સૈમસન(વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર
શ્રીલંકા : લસિથ મલિંગા (કેપ્ટન), ધનંજય ડી સિલ્વા, વાનિંડુ હસારંગા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), ઓશાડા ફર્નાડો, અવિશ્કા ફર્નાડો, દાનુષ્કા ગુળાથિલાકા, લાહિરૂ કુમારા, એંજેલો મેથ્યુઝ, કુશલ મેંડિસ, કુશલ પરેરા, ભાનુકા રાજાપક્ષા, કાસુન રાજિથા, લક્ષણ સંદકાના, દાસુન શનકા