બાંગ્લાદેશે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતેની પ્રથમ ટી-20માં ભારતને 7 વિકેટ હરાવ્યું છે. 149 રનનો પીછો કરતાં બાંગ્લાદેશે 7 વિકેટ બાકી રાખતા ટાર્ગેટને ચેઝ કર્યો હતો અને ભારત સામે પ્રથમ ટી-20માં જીત હાંસલ કરી હતી. બાંગ્લાદેશના વિકેટકીપર મુશફિકર રહીમે 60 રન ફટકાર્યા હતાં. જ્યારે સામે છેડે સૌમ્ય સરકારે 39 રન ફટકાર્યા હતાં. આ મેચનો અંતિમ 1 રન બાંગ્લાદેશના કેપ્ટન મુશફિક્કર રહીમે સીક્સર ફટકારીને જીત હાંસલ કરી હતી. આ સીરિઝની બીજી મેચ 7 તારીખે રાજકોટના ખંઢેરી સ્ટેડીયમ ખાતે રમાશે.
ભારતે 148 રન પર 6 વિકેટ ગુમાવી અને બાંગ્લાદેશે 149 રનનો ટાર્ગેટ આપ્યો છે. જ્યારે જવાબમાં બાંગ્લાદેશના બોલર એસ ઇસ્લામ અને અનિમુવે 2-2 વિકેટ ઝડપી હતી. ડેબ્યુ મેચ કરનાર શિવમ ડુબે 1 રન બનાવીને આઉટ થયો હતો, ત્યારબાદ ભારતની 104 પર 5 વિકેટ ગુમાવી છે.
ભારતે 96 રન પર 4 વિકેટ ગુમાવી છે. જેમાં 41 રન પર ધવન આઉટ થયો છે. જ્યારે હાલમાં શીવમ દુબે અને રીષભ પંત પીચ પર બેટિંગ કરી રહ્યાં છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને ફીલ્ડીંગ પસંદ કરી હતી. જેમાં ભારતે 10 રનના સ્કોર પર રોહિત શર્માના રુપે પ્રથમ વિકેટ ગુમાવી હતી, ત્યારબાદ ભારતે રાહુલના રુપે બીજી વિકેટ અને શ્રેયસ ઐયરના રુપે 22 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી.
શાકિબ અલ હસનની ગેરહાજરી અને રાજધાનીનું પ્રદુષણ મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્શનાં મુખ્ય મુદ્દા રહ્યા હતા. બાંગ્લાદેશના કોચ રસેલ ડોમિંગો અને ભારતીય ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કહ્યું કે, આ મામલે બે માંથી એકેય ટીમ કંઈ કરી શકે તેમ નથી, એટલે તેમને રમત પર ધ્યાન આપવુ જોઈએ.
- શાકિબ અલ હસનની ગેરહાજરીમાં ઉતરશે બાંગ્લાદેશની ટીમ