- અશ્વિનની સદીથી મોહમ્મદ સિરાજ ઝૂમી ઊઠ્યો
- આર. અશ્વિને 148 બોલમાં 106 રન ફટકાર્યા
- અશ્વિને ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી ફટકારી
હૈદરાબાદઃ અત્યારે ક્રિકેટ જગતમાં ટીમ ઈન્ડિયાના અનુભવી ખેલાડી રવિચન્દ્રન અશ્વિનનું નામ ખૂબ જ ચર્ચામાં છે. ચેન્નઈમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અશ્વિને જોરદાર બેટિંગ કરી પોતાની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી ફટકારી છે. 34 વર્ષીય ખેલાડીએ 148 બોલમાં 106 રન ફટકાર્યા હતા. જ્યારે આ ઇનિંગમાં અશ્વિને 14 ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો. જોકે, અશ્વિનની બેટિંગ જોઈને ઈંગ્લેન્ડની ટીમના પસીના છૂટી ગયા હતા.
બીસીસીઆઈએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર અશ્વિનની સદીનો વીડિયો શેર કર્યો
રવિચન્દ્રન અશ્વિનની સાથે સાથે ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ પણ ખૂબ જ આકર્ષનું કેન્દ્ર બની ગયા છે. જોકે, ટેસ્ટના ત્રીજા દિવસે જ્યારે અશ્વિને સદી પૂર્ણ કરી ત્યારે નોન સ્ટ્રાઈકર સિરાજે એવી ઉજવણી કરી કે જાણે આ સદી તેણે ફટકારી હોય. બીસીસીઆઈએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર અશ્વિનની સદીનો વીડિયો શેર કર્યો હતો, જેમાં મોહમ્મદ સિરાજનું રિએક્શન ખૂબ જ ચર્ચામાં જોવા મળ્યું હતું.
સિરાજે પણ 21 બોલમાં નોટઆઉટ 16 રન બનાવ્યા
ઉલ્લેખનીય છે કે, અશ્વિને પોતાની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી, જેમાં સિરાજની પણ મહત્ત્વની રહી છે. કારણ કે સિરાજે પોતાની વિકેટ બચાવીને અશ્વિનને બેટિંગ કરવાનો મોકો આપ્યો એટલે અશ્વિને સદી ફટકારી. બંને વચ્ચે અંતિમ વિકેટ માટે 49 રનની ભાગીદારી થઈ હતી. જ્યારે સિરાજે પણ 21 બોલમાં નોટઆઉટ 16 રન બનાવ્યા હતા, જેમાંથી સિરાજે 2 છગ્ગા પણ માર્યા હતા.