સિડનીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કાર્યકારી અધિકારી કેવિન રોબટર્સે તેના મોટાભાગના સ્ટાફને નાણાકીય વર્ષમાં દૂર કરી દીધા છે અને ખ્વાજા માને છે કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે કેશ ફ્લોનો મુદ્દો છે.
આ અંગે વિચારી રહ્યો છું
ખ્વાજાએ એક સ્પોર્ટસ ચેનલ સાથે ચર્ચામાં કહ્યું કે, હું ચોંકી ગયો. હું જાણું છું કે અમારી આવકની અપેક્ષાઓ હજી વધારે છે અને મને લાગે છે કે તે ભારત સામેની શ્રેણીમાં શું બનશે તે અંગે મોટા પ્રમાણમાં વિચારી રહ્યા છે.
તેમણે કહ્યું કે, આ થોડું દુવિધાપૂર્ણ છે. મારી પાસે નાણાકિય માહિતી નથી, પરંતુ એવું લાગે છે કે આ કેશ ફ્લોની સમસ્યા છે.
ટોચના 6 બેટ્સમેનમાં સામેલ છું
ઓસ્ટ્રેલિયા ક્રિકેટે ખ્વાજાને પણ પોતાની આવનાર સીઝનના કેન્દ્રિય કરારમાં સ્થાન આપ્યું નથી. જો કે, ખ્વાજાને લાગે છે કે, જેવી રીતે તેમણે 2014માં વાપસી કરી હતી, તેવી રીતે તે ફરી વાપસી કરશે. ખ્વાજાએ કહ્યું કે, ઘમંડ સાથે નથી બોલી રહ્યો, પરંતુ મને લાગે છે કે, હું દેશમાં ટોચના 6 બેટ્સમેનમાં સામેલ છું.
6 નવા ચહેરાને મળ્યું સ્થાન
આ અગાઉ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સીનિયર બેટ્સમેન ઉસ્માન ખ્વાજા અને શોન માર્શને ગુરુવારે જાહેર થયેલા ખેલાડીઓને કેન્દ્રિય કરારમાંથી બહાર કરી નાખ્યા હતા, જ્યારે માર્નસ લાબુશેન અને જો બર્ન્સ સહિત 6 નવા ચહેરાને આમાં સ્થાન આપ્યું છે. કોવિડ-19 મહામારીના કારણે નક્કી કરેલા સમય બાદ યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદી 2020-21ના સત્ર માટે છે, જેમાં મિશેલ માર્શ, એસ્ટર એગર, બર્ન્સ, લાબુશેન, કેન રિચર્ડસન અને મૈથ્યૂ વેડને સ્થાન આપ્યું છે.