મેલબર્નઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા(CA)એ ICCના આ વર્ષે યોજાનારા પુરૂષ T-20 વર્લ્ડ કપને સ્થગિત કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. ICCએ કોવિડ-19ના કારણે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T-20 વર્લ્ડ કપને સ્થગિત કર્યો છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા(CA)ના વચગાળાના મુખ્ય કાર્યકારી નિક હોક્લેએ એક નિવેદનમાં કહ્યું કે, અમે ICCના T-20 વર્લ્ડ કપને સ્થગિત કરવાના નિર્ણયમાં મંજૂરી આપીએ છીએ. આ નિર્ણય ખેલાડિઓ, પ્રશંસકો, અધિકારીઓ, સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયા અને ભારત ICCના આગામી બે T-20 વર્લ્ડ કપની યજમાની કરવાની સ્પર્ધામાં છે, પરંતુ કયો દેશ કયા વર્ષમાં યજમાની કરશે, તે હજૂ નક્કી થયું નથી. કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ આગળનો કાર્યક્રમ નક્કી કરવામાં આવશે.