ગુજરાત

gujarat

ETV Bharat / sports

#ICCWomensT20WorldCup: ઓસ્ટ્રેલિયા પાંચમી વખત ચેમ્પિયન બન્યું - મહિલા T-20 વર્લ્ડ કપની ફાઇનલ

ભારત અને ઓસ્ટ્રેલિયાના વચ્ચે ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા ટૉસ જીતિ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે શરૂઆતની ઓવરમાં ભારતે બે કેચ છોડ્યા હતા, હાલ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 20 ઓવરમાં 184 રન બનાવ્યા હતા. આજે મહિલા T-20 વર્લ્ડકપની ફાઇનલ મેચ મેલબર્નમાં 8 માર્ચના રોજ રમાઇ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી છે. ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને માત આપી વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ પાંચમી વખત ચેમ્પિયન બની છે.

Sports news
Sports news

By

Published : Mar 8, 2020, 8:26 AM IST

Updated : Mar 8, 2020, 3:46 PM IST

એલિસા હેલીની 30 બોલમાં ફિફટી,

ICC મેન્સ અને વુમન્સની કોઈપણ ટૂર્નામેન્ટની ફાઇનલમાં ફાસ્ટેસ્ટ ફિફટી

હેલીએ 39 બોલમાં 7 ફોર અને 5 સિક્સની મદદથી 75 રન કર્યા

ઓસ્ટ્રેલિયા 6 વાર ફાઇનલમાં પહોંચ્યું અને 4 વાર ટાઇટલ જીતી ચૂક્યું છે,

ભારત 11 વર્ષમાં પહેલીવાર ફાઇનલમાં રમી રહ્યું છે

હેલી 9 રને બેટિંગ કરી રહી હતી ત્યારે શેફાલીએ દીપ્તિની બોલિંગમાં કવર્સ પર તેનો કેચ છોડ્યો હતો.

મૂનિ 8 રને બેટિંગ કરી રહી હતી ત્યારે રાજેશ્વરીએ પોતાની બોલિંગમાં તેનો રિટર્ન કેચ છોડ્યો હતો.

ઓસ્ટ્રેલિયા સામે ભારતે 19 મેચ રમી છે જેમાંથી 6 જીત્યું છે જ્યારે 13માં હારનો સામનો કરવો પડ્યો છે.

વર્લ્ડ કપમાં બન્ને ટીમ ચારવાર ટકરાઈ છે તેમાંથી બે ભારત જીત્યું છે અને બે હાર્યું છે.

પહેલા ભારત એકપણ વાર ફાઈનલમાં પહોંચ્યું ન હતું.

ઓસ્ટ્રેલિયા ચારવાર ટાઈટલ જીતી ચૂક્યું છે.

મેલબર્ન: મહિલા T-20 વર્લ્ડકપમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે એટલે કે રવિવારે મેલબર્નમાં ફાઇનલ રમાશે. સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયા ગ્રુપ પોઈન્ટ્સના આધારે ફાઇનલમાં પહોંચી છે. ઇંગ્લેન્ડ સામે તેની મેચ વરસાદના લીધે રદ થઇ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ડકવર્થ લુઈસ સ્ટર્ન નિયમના આધારે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ICC મહિલા T-20 વર્લ્ડ કપ Women's Dayના દિવસે રમાશે. આંતરાષ્ટ્રીય મહિલા દિવસે એટલે 8 માર્ચે ફાઈનલ રમાશે. આ દિવસે ભારતીય કેપ્ટન હરમનપ્રીમ કૌરનો જન્મદિવસ પણ છે.

ભારતની સફળતામાં 16 વર્ષની શેફાલી વર્માની આક્રમક બેટિંગનું પણ યોગદાન છે. જો ટીમ ઇન્ડિયાએ પ્રથમવાર આઇસીસી ટ્રોફી જીતવી હશે તો સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત જેવા સ્ટાર બેટ્સમેનોએ સારી બેટિંગ કરવી પડશે. મિડલ ઓર્ડરમાં સારો દેખાવ કરવાની જરૂર છે.

અત્યાર સુધીના 13 T-20 વર્લ્ડકપ (મહિલા અને પુરુષ)માં આ પહેલી એવી ઘટના છે કે, જેમાં ઓપનિંગ મેચ રમનારી બન્ને ટીમ ફાઈનલમાં રમતી હોય. ભારતે અત્યાર સુધી 122 T-20 મેચ રમી છે. જેમાંથી 67 મેચ જીતી અને 53 મેચ હાર્યું છે. ઓસ્ટ્રેલિયા સામે ભારતે 19 મેચ રમી છે, જેમાંથી 6 જીત્યું છે જ્યારે 13માં હારનો સામનો કરવો પડ્યો છે. વર્લ્ડકપમાં બન્ને ટીમ ચારવાર ટકરાઈ છે, તેમાંથી બે ભારત જીત્યું છે અને બે હાર્યું છે.

આ સાતમો T20 વર્લ્ડકપ છે. આ પહેલા ભારત એકપણ વાર ફાઈનલમાં પહોંચ્યું નથી. ઓસ્ટ્રેલિયા ચારવાર ટાઈટલ જીતી ચૂક્યું છે. ભારત ત્રણવાર સેમિફાઈનલમાં પહોંચ્યું છે. ટીમ ઇન્ડિયાને 2017ના વર્લ્ડકપની ફાઇનલમાં અને 2018 વર્લ્ડકપ T-20ની સેમિફાઇનલમાં ઇગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર ICC મહિલા T-20 વર્લ્ડકપની ફાઈનલમાં અમ્પાયરની પણ નિયુક્તિ કરવામાં આવી છે. કૉટન અને રજા સિવાય વેસ્ટઈન્ડીઝના ગ્રેગોરી બ્રાથવેટ આ મેચની અમ્પાયર રહેશે.

ભારતીય ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શિખા પાંડે, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, વેદા કૃષ્ણમૂર્તિ, દીપ્તિ શર્મા, જેમિમા રોડ્રિગ્સ, પૂજા વસ્ત્રાકર, તાનિયા ભાટિયા, રાધા યાદવ, હરલીન દેઓલ, અરુંધતિ રેડ્ડી, શેફાલી વર્મા, ઋષા ઘોષ

Last Updated : Mar 8, 2020, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details