ગુજરાત

gujarat

ETV Bharat / sports

ક્રિકેટ પર કોરોના ઇફેક્ટઃ ટેસ્ટ ચેમ્પિયનશીપના શેડ્યૂલની ICC કરશે સમીક્ષા - મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ

ICCના એક અધિકારીએ કહ્યું કે, ક્રિકેટ માટે અત્યાર સુધી કંઈપણ બદલાયું નથી. અમે સમજીએ છીએ કે, ટી-20 વર્લ્ડ કપ પણ બાકી છે, અમે કથળેલી એફટીપી (ફ્યુચર ટૂર પ્રોગ્રામ)ની 2023 માટે ફરીથી સમીક્ષા કરીશું અને કોવિડ-19ને લીધે જે નુકસાન થયું છે. એને ભરપાઈ કરવા સમીક્ષા પણ કરવાની રહેશે.

ICC to review World Test Championship schedule
ક્રિકેટ પર કોરોના ઇફેક્ટઃ ICC ટેસ્ટ ચેમ્પિયનશીપના શેડ્યૂલની કરશે સમીક્ષા

By

Published : Jun 29, 2020, 7:11 PM IST

નવી દિલ્હી: કોવિડ-19ને કારણે ઘણી ક્રિકેટ સિરીઝ રદ કરવામાં આવી છે, જેણે આઈસીસીના ટેસ્ટ ચેમ્પિયનશીપના શેડ્યૂલને પણ અસર કરી છે. આઇસીસી હવે ટેસ્ટ ચેમ્પિયનશીપના શેડ્યૂલની સમીક્ષા કરવાનું વિચારી રહ્યું છે.

આઇસીસીના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને જોતા એફટીપી (ફ્યુચર ટૂર પ્રોગ્રામ) પર કામ કરવું પડશે, કારણ કે ઘણા દેશોની દ્વિપક્ષીય શ્રેણીઓ પર પણ પડી છે. જેથી એફટીપીની ભરપાઈ કરવા સમીક્ષા કરવી પડશે. કોરોનાને લીધે ક્રિકેટ પર થયેલા નુકસાનની અસર અને સમજણ વિશે માહિતી મેળવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગનો નિર્ણય કરવામાં આવશે.

ક્રિકેટ પર કોરોના ઇફેક્ટઃ ICC ટેસ્ટ ચેમ્પિયનશીપના શેડ્યૂલની કરશે સમીક્ષા

આઇસીસી બોર્ડના સભ્યએ કહ્યું કે, આઇસીસીની બેઠકમાં ચર્ચા ચાલી રહી છે કે, જે ટેસ્ટ મેચ રદ કરવામાં આવી છે, તેની અસર ટેસ્ટ ચેમ્પિયનશીપ ઉપર પડી રહી છે, પરંતુ ક્રિકેટ કેલેન્ડર પર ફરીથી કામ કરવું સરળ રહેશે નહીં. બધુ સરખુ થતા સમય લાગશે. હવે આઇસીસી ફરીથી ક્રિકેટ કેલેન્ડર અમે મેચ નહીં યોજે, પણ સમીક્ષા કરી પોઇન્ટ્સ સિસ્ટમ બદલશે. આ બધા નિર્ણયો ઓક્ટોબરની આસપાસ લેવામાં આવશે, કોરોના વાઇરસથી રમતને ઘણું નુકસાન થયું છે, પણ કોરોનાનો દોષ કોઈને પણ આપી શકાય નહીં.

ABOUT THE AUTHOR

...view details