પાકિસ્તાન : પૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનુસ એક ટીવી ચેનલને ઈન્ટરવ્યુ આપતા જણાવ્યું કે, સરકારી સ્તર પર આ કામ મુશ્કેલ છે, પરંતુ જો ICC ઈચ્છે તો ભારત-પાકિસ્તાન સિરીઝ માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ 2021માં ઈંગ્લેન્ડમાં રમાશે.
ભારત-પાકિસ્તાનની મેચ વિના ICC ટેસ્ટ ચેમ્પિયનશિપનો કોઈ મતલબ નહી: વકાર યુનુસ - Indo-Pak match
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનુસનુ માનવુ છે કે, ભારત-પાકિસ્તાનની મેચ વગર ટેસ્ટ ચેમ્પિયનશિપ રમવી એ બેઈમાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 1થી 9 ICC રેંન્કિગ ધરાવતી ટીમો સામેલ છે. જે પોતાની હરિફ ટીમ સામે 6 દ્વિપક્ષીય સિરીઝ રમશે.
ભારત-પાકિસ્તાનની મેચ વિના ICC ટેસ્ટ ચેમ્પિયનશિપનો કોઈ મતલબ નહી: વકાર યુનુસ
મુંબઈ 2008ના આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. બંને દેશો વચ્ચે રાજકિય તણાવ હોવાથી હજુ સુધી કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમાઈ નથી. વકાર યુનુસે ICCને ટકોર કરતા કહ્યુ કે, ભારત-પાકિસ્તાનની મેચ વગરની ટેસ્ટ ચેમ્પિયનશિપને મતલબ વગરની ગણાવી છે.