નવી દિલ્હી: કોરોના વાઈરસની મહામારીના કારણે લાંબા સમયથી રમત-જગતમાં પણ લૉકડાઉન લાગુ હતું. જેના કારણે હવે ઈન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થઈ છે. ઇંગ્લેન્ડ અને વિન્ડિઝે શરૂઆત કરીને એક પગલું આગળ વધાર્યું છે.
કોરોના બાદ રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ સીરિઝમાં ઈગ્લેન્ડની મેજબાનીમાં વેસ્ટ ઈન્ડિઝની સાથે 3 મેચની ટેસ્ટ સીરિઝની શરુઆત કરી છે. જેમાં સાઉથેમ્પટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 4 વિકેટથી જીત મેળવી સીરિઝમાં 1-0થી આગળ છે.
આ મેચ બાદ ICC ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલ પર અસર પડી છે, પરંતુ ભારતીય ટીમના રેકિંગ કે પોઝિશન પર કોઈ અસર પડી નથી. હવે ભારતને ટેસ્ટ ચેમ્પિયનશીપ હેઠળ વર્ષના અંતમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં ભારતીય રેકિંગને બચાવી રાખવું સરળ નથી.
ICC રેકિંગમાં ટૉપ-9 ટીમ આ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ભાગ છે. જેમાં ભારત, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામેલ છે. જે મેચમાં આયરલેન્ડ અને અફધાનિસ્તાન સામેલ હશે. તેમણે ટેસ્ટ ચેમ્પિયનશીપનો ભાગ માનવામાં આવશે.