દુબઈ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શુક્રવારે કોરોના વાઇરસ સંકટ બાદ તેના સભ્યોને ક્રિકેટ ફરી શરૂ કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. ICCએ આ માર્ગદર્શિકા તબીબી સલાહકાર સમિતિના તબીબી પ્રતિનિધિત્વ સભ્યના સહયોગથી તૈયાર કરી છે.
ICCએ શુક્રવારે જાહેર કરેલી તેની માર્ગદર્શિકામાં ચીફ મેડિકલ ઓફિસરની નિમણૂક અને 14 દિવસ માટે એક અલગ પ્રેક્ટિસ કેમ્પ સ્થાપવાની પણ ભલામણ કરી છે. જો કે, આ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું નથી કે, આખરે વિશ્વના જુદા જુદા ભાગોમાં ક્રિકેટ ક્યારે શરૂ થશે. પરંતુ કોવિડ-19ના રોગચાળા વચ્ચે ક્રિકેટ ફરીથી કેવી રીતે શરૂ કરી શકાય તેમ જણાવ્યું છે.