ગુજરાત

gujarat

ETV Bharat / sports

જાણો ઇયાન ચેપલ માટે કોણ છે પ્રિય ખેલાડી?, કોહલી કે સ્મિથ - પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન વસીમ અકરમ

પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ઇયાન ચેપલે સ્ટીવ સ્મિથની તુલનામાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પોતાનો પ્રિય ખેલાડી તરીકે પસંદ કર્યો છે.

Ian Chappell picks Virat Kohli over Steve Smith
જાણો ઇયાન ચેપલ માટે કોણ છે પ્રિય ખેલાડી?, કોહલી કે સ્મિથ

By

Published : May 1, 2020, 5:17 PM IST

હૈદરાબાદ: આખું વિશ્વ કોરોનો વાઇરસના સંકટ પર સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે આવી સ્થિતિમાં તમામ રમત-ગમત પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ છે. આ જ સમયે ભૂતપૂર્વ અને વર્તમાન સ્ટાર ખેલાડીઓ પોતાને વ્યસ્ત રાખવા માટે ચાહકો સાથે સતત જોડાયેલા રહ્યાં છે. આ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યાં છે.

પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ઇયાન ચેપલે સ્ટીવ સ્મિથની તુલનામાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પોતાનો પ્રિય ખેલાડી તરીકે પસંદ કર્યો છે. એક ક્રિકેટ વેબસાઇટના એન્કરે ટ્વિટર પર ચેપલને સ્મિથ અને કોહલી વચ્ચે એક જ ખેલાડી પસંદ કરવા કહ્યું ત્યારે ચેપલે કહ્યું કે, "હું એક કેપ્ટન અને બેસ્ટમેન એમ બંને રીતે કોહલીની પસંદગી કરીશ." જો કે, ચેપલને બોલર વિશે પૂછવામાં આવ્યું તો વેસ્ટ ઈન્ડિઝના માલ્કમ માર્શલ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન વસીમ અકરમના નામ લીધા હતાં.

મહત્વનું છે કે, ઈયાન ચેપલ એક ખૂબ જ પ્રભાવશાળી ઓસ્ટ્રેલિયન કેપ્ટન હતો. પોતાના સમય દરમિયાન ચેપલે ઘણી મેચ જીતી હતી. ચેપલે ઓસ્ટ્રેલિયા તરફથી કુલ 76 ટેસ્ટ અને 16 વનડે મેચ રમી હતી.

ABOUT THE AUTHOR

...view details