સિડનીઃ વેસ્ટઇન્ડિઝ ટીમ મહાન બેટ્સમેન સર વિવિયન રિચર્ડ્સને હેલ્મેટ વગર બેટીંગ કરવા માટે આળખવામાં આવતા હતા. તેમના સમયે તેઓએ ઘણા બોલરોનો સામનો કર્યો હતો, પણ હેલ્મેટ નહોતું પહેર્યું.
ક્રિકેટ રમતા મરી પણ ગયો હોત તો દુખ નહોતુંઃ વિવિયન રિચર્ડ્સ - ક્રિકેટ
વિવિયન રિચર્ડ્સએ કહ્યું કે, હેલ્મેટ પહેરવાના કારણે થનાર જોખમથી તે સજાગ હતા.
રિચર્ડ્સએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી શેન વોટસન સાથે વાત કરતા જણાવ્યું કે, તેઓ હેલ્મેટ વગર થનાર જોખમથી સહજ હતા. મારૂ રમત પ્રત્યેનું એટલૂ જૂનૂન હતુ કે, હુ જે રમતને પ્રેમ કરૂ છુ, તેને રમતા રમતા હુ મરી જઉં તો પણ દુખ ન હોત. હુ બીજી મેચોમાં ખેલાડીઓ પોતાનો જીવ જોખમમાં નાખે છે તેને જોઇને પ્રેરણા લઉં છું.
વધુમાં ઉમેર્યું કે, હુ બીજી રમતોના ખેલાડીઓને જોતો હતો ત્યારે તે ખેલાડીઓ પોતાના ખેલનું સમ્માન કરતા હતા. હુ ફોર્મૂલા-1ના રેસમાં કાર ચલાવતા જોઇ છે, તેનાથી વધારે ખતરનાખ શું હોઇ શકે. જ્યારે મને ડેસ્ટિસ્ટએ માઉથ ગાર્ડ લગાવવાની સલાહ આપી ત્યારે મે તે પણ ન કર્યું કારણ કે તેના કારણે હું ચીંગમ ખાઇ ન શકું.