ગુજરાત

gujarat

ETV Bharat / sports

દક્ષિણ આફ્રિકન ટીમમાં પરત ફરવા મુદ્દે ડિવિલિયર્સે આપ્યું મોટું નિવેદન

દક્ષિણ આફ્રિકાના સ્ફોટક બેટ્સમેન એબી ડિવિલિયર્સે આ વર્ષના અંતે યોજાનાર T-20 વર્લ્ડ કપ માટે ટીમમાં પરત ફરવાને લઇને કહ્યું કે કોઇ રીતે ખોટી આશા ઉભી કરવા માગતો નથી.

દક્ષીણ આફ્રીકન ટીમમાં પરત ફરવા મુદ્દે ડિવિલિયર્સે આપ્યુ મોટુ નિવેદન
દક્ષીણ આફ્રીકન ટીમમાં પરત ફરવા મુદ્દે ડિવિલિયર્સે આપ્યુ મોટુ નિવેદન

By

Published : Apr 13, 2020, 4:54 PM IST

જોહનિસબર્ગ : બેટ્સમેન એબી ડિવિલિયર્સનું માનવું છે કે કોવિડ-19ના કારણે T-20માં વર્લ્ડ કપ પણ સ્થગિત થઇ શકે છે. જેનુ આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં થવાનું છે. આ મહામારીના કારણે કેટલીક રમતને રદ કરવામાં આવી છે.

ડિવિલિયર્સ

ડિવિલિયર્સે જણાવતા કહ્યું કે, 'હુ હજુ આવનારા છ મહીનાને લઇ કંઇ પણ વિચારતો નથી. જો ટુર્નામેન્ટ આવનારા વર્ષ સુધી સ્થગીત કરવામાં આવે તો કેટલીક ફેરફાર આવશે. હાલમાં તો હુ ટીમનો હિસ્સો છુ તેવુ માનુ છુ, પરંતુ હુ એ નથી જાણતો કે મારી ફિટનેસ કેવી રહેશે અને હુ ત્યાં સુધી સ્વસ્થ રહીશ કે નહીં.'

T-20 વર્લ્ડ કપ

તેઓએ વધુમાં કહ્યું કે, 'હુ એક નિશ્ચિત જવાબ આપવાને લઇને અનિશ્ચિત છું. વધુમાં કહ્યું કે ટીમમાં પરત ફરવાની કોઇ ખોટી આશા ઉભી કરવા માગતો નથી. ’

ABOUT THE AUTHOR

...view details