ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઇંગ્લેન્ડ ક્રિકેટર લીચનો મોટો ખુલાસો, કહ્યું- આફ્રિકા ક્રિકેટ પ્રવાસમાં કોરોનાના લક્ષણ દેખાયા હતાં - ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ

ઇંગ્લેન્ડના સ્પિનર ​​જેક લીચે જણાવ્યું હતું કે, મને દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન જે લક્ષણો દેખાયા હતા, કોવિડ -19 જેવા જ હતા, જેનાથી વિશ્વભરના 1 કરોડથી વધુ લોકોને ચેપ લાગ્યો છે.

'I thought I had coronavirus', says England spinner Jack Leach
ઇંગ્લેન્ડ ક્રિકેટર લીચનો મોટો ખુલાસો, કહ્યું- આફ્રિકા ક્રિકેટ પ્રવાસમાં કોરોનાના લક્ષણ દેખાયા હતાં

By

Published : Jun 28, 2020, 8:13 PM IST

સાઉધમ્પ્ટન: ઇંગ્લેન્ડના સ્પિનર ​​જેક લીચે કહ્યું કે, ચાલુ વર્ષે દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન મારામાં કોરોના વાઇરસના લક્ષણો જોવા મળ્યાં હતાં, પરંતુ હવે સંપૂર્ણ તંદુરસ્ત છું. હવે મને આવતા મહિને ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં સ્થાન મળવાનું છે.

કોરોના લોકડાઉન બાદ વિશ્વ ક્રિકેટમાં પહેલીવાર 8 જુલાઈથી ઈંગ્લેન્ડ-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થવાની છે, ત્યારે આ માટે ઇંગ્લેન્ડની 30 સભ્યોની ટીમમાં લીચને સ્થાન મળી ગયું છે. આ અંગે લીચે કહ્યું કે, દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન મને જે સંકેતો દેખાયા હતા તે કોવિડ-19 જેવા હતાં. લીચ 30 સભ્યોની ઇંગ્લેન્ડની ટીમમાં સામેલ પાંચ સ્પિનર્સમાંનો એક છે.

ક્રિકેટર લીચે એક વીડિયો કોલમાં કહ્યું કે, માકામાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન જે લક્ષણો દેખાયા હતાં. જે નિશ્ચિતરૂપે કોરોના વાઇરસ હતો, પરંતુ હવે હું સ્વસ્થ અને ફીટ અનુભવી રહ્યો છું.

ABOUT THE AUTHOR

...view details