મુંબઈ: BCCI એ કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવાના મીડિયા રિપોર્ટ્સ બાદ હવે પૂર્વ ભારતીય બેટ્સમેન અને કોમેન્ટેટર સંજય માંજરેકરે પ્રથમ વખત પોતાનું નિવેદન આપ્યું છે. સંજય માંજરેકરે ટ્વિટ કરતા લખ્યુ, 'મે કોમેન્ટ્રીને હંમેશા પોતાનુ સૌભાગ્ય માન્યુ છે, પરંતુ ક્યારેય તેના પર હક જમાવ્યો નથી. આ નિર્ણય BCCI પર નિર્ભર કરે છે કે, મને પંસદ કરે છે કે નહી. 'હું હંમેશા તેમનું સમ્માન કરીશ. બની શકે છે કે, બોર્ડ મારા કામથી ખુશ ન હોય. હું આ નિર્ણયને એક વ્યાવસાયિક તરીકે સ્વીકાર કરુ છું.
BCCIએ કોમેન્ટ્રી પેનલમાંથી હટાવતા સંજય માંજરેકરે પ્રથમ વખત આપ્યું નિવેદન - સંજય માંજરેકર
BCCIએ કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવાના મીડિયા રિપોર્ટ્સ બાદ હવે પૂર્વ ભારતીય બેટ્સમેન અને કોમેન્ટ્રેટર સંજય માંજરેકરે પ્રથમ વખત પોતાનું નિવેદન આપ્યું છે.
આ પહેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કહેવામાં આવ્યું હતું કે, માંજરેકરને BCCI દ્વારા કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવામાં આવ્યા છે. બોર્ડ સાથે જોડાયેલા સૂત્રો દ્વારા પણ તેની પુષ્ટિ કરવામાં આવી છે. જોકે, તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે તેનાથી બહાર નીકળવાનું કારણ શું છે, પરંતુ અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટ બોર્ડ તેમના કામથી ખુશ નથી. તેઓ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ધર્મશાળા વન-ડે મેચ દરમિયાન પણ હાજર ન હતા.
ગત વર્ષે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલ આઇસીસી વર્લ્ડકપ દરમિયાન સંજયે ભારતીય ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ટિકા કરી હતી. જાડેજાએ સોશિયલ મીડિયા પર તેમના પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. બન્ને વચ્ચે સોશિયલ મીડિયા પર થયેલો વિવાદ ચર્ચામાં રહ્યો હતો.
બીજી કોલકાતામાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલ પિંક બોલ ટેસ્ટ દરમિયાન પણ સંજયે સાથી કોમેન્ટેટર હર્ષા ભોગલેને નીચા દેખાડવાનો પ્રયાસ કર્યો હતો, તેમણે કહ્યું હતું કે તમે ક્રિકેટ નથી રમી તમને વધુ ખબર નથી. માત્ર ક્રિકેટ રમનારા જ મેચ દરમિયાન થઇ રહેલી વસ્તુઓ પર વાત કરી શકે છે.