ગુજરાત

gujarat

ETV Bharat / sports

આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દબાણને કેવી રીતે સંભાળવું તે હું જાણું છું: ધવન - પહેવી વનડે મેચ

ટી-20માં પ્લેઇંગ 11માં સ્થાન ન મેળવનાર શેખર ધવન પર ઇગ્લેન્ડ વિરુધ્ધની પ્રથમ વનડેમાં સારા પ્રદર્શનનુ દબાણ હતું જેના પર તેણે કહ્યું હતું કે એક અનુભવી ખેલાડી તરીકે દબાણ કેવી રીતે સંભાળવું તે હું જાણું છું.

cricket
આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દબાણને કેવી રીતે સંભાળવું તે હું જાણું છું: ધવન

By

Published : Mar 24, 2021, 11:38 AM IST

  • પ્રથમ વનડે મેચમાં શિખર ધવને માર્યા 98 રન
  • ટી-20માં આરામ બાદ મળી વન-ડેમાં તક
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટમા દબાણ હોય છે: ધવન

પુણે: ભારતીય ક્રિકેટ ઓપનર શિખર ધવન ટી-20માં સ્થાન ન મળતા પહેલી વનડે મેચમાં ઇગ્લેન્ડ વિરુધ્ધ 98 રન માર્યા હતા. મંગળવારે ધવને કહ્યું હતુ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું દબાણ રહે છે અને અનુભવી ખેલાડી તરીકે તેઓ જાણે છે કે દબાણને કેવી રીતે સંભાવવું. ટી-20માંના પ્લેઇંગ 11માં સ્થાન ન મળતા તેના પર પ્રથમ વનડે મેચમાં સારા પ્રદર્શનનું દબાણ હતું. ભારતની શરૂઆતની વનડે મેચમાં તમામ બેટિંગ ઓર્ડરનું ખરાબ પ્રદર્શન રહ્યું હતું.

એક અનુભવી ખેલાડી તરીકે હું દબાણ સંભાળવાનું જાણું છું

શેખર ધવન પ્રેસ કોન્ફર્મન્સમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હંમેશા દબાણ હોય છે અને એક અનુભવી ખેલાડી તરીકે હું જાણુ છુ કે તે કેવી રીતે સંભાળવું અને બીજું જેમ હું એ કહ્યું હું એક અનુભવી ખેલાડી છું તો મને ખબર છે કે ક્યા શોર્ટસ કંઇ વિકેટ પર રમવાના છે અને અમે વિકેટને વાંચી લઇએ છે અને બેટીંગ દરમિયાન સારી રીતે કમ્યુનિકેટ પણ કરીએ છે અને તે જ અમે કર્યું અને તે અમારા માટે કામ કરી ગયું. ટી-20માં સ્થાન ન મળતા તેણે પોતાની જાતને સકારાત્મક કેવી રીતે રાખ્યો તે સમજાવ્યું હતું.

મારા ફિટનેશ પર હું ધ્યાન આપી રહ્યો છું

હું મારા પ્રદર્શન, ફિટનેસ, સ્કિલ વર્ક, જીમ વર્ક, પર ધ્યાન આપી રહ્યો છું અને હું હંમેશા સકારાત્મક માનસિક શાંતીમાં રહું છું. હું હંમેશા પરિસ્થિતીની સકારાત્મક બાજું જોવાનો પ્રયાશ કરું છું.અને એ જ હું કરી રહ્યો છું. હું મારી બેંટીગને લઇને કોન્ફીડન્ટ હતો. મને ખબર હતી કે જો મને તક મળશે તો તેને હું ઝડપી લઇશ.ધવને આગળ કહ્યું કે કે મંગળવારે એમસીએ સ્ટેડિયમ ખાતેની વિકેટ સીમિંગ અને લચકવાળી હતી.તે સીમિંગ અને લચકવાળી હતી તો તે જો તમે શરૂઆતમાં જ હાર્ડ રમતા તો તને 2-3 વિકેટ ગુમાવી બેસો છો, તો તેનો કોઈ અર્થ નથી, તો અમારી યોજના માત્ર પીચ પર રહેવાની હતી અને સારા બોલને રમવાની હતી, અમે જાણતા હતા કે અમે રન પાછળથી પણ બનાવી શકીશું

ABOUT THE AUTHOR

...view details