ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઓસ્ટ્રેલિયાના ખેલાડી એલેક્સ કેરીએ કહ્યું- IPL રમવા માટે ઉત્સાહિત છું - દિલ્ગી કેપિટલ્સ

એલેક્સ કેરીએ કહ્યું કે, હું ભાગ્યશાળી હતો કે, મને અમારા માલિક પાર્થ જિંદલ સહિત થોડા સ્ટાફના સભ્યોને મળવાની તક મળી. હું જેટલા પણ લોકોને મળ્યો છું, તે તમામ અદભૂત છે. ખરેખર એમણે મને દિલ્હીમાં આવવા અને ક્રિકેટ રમવા માટે ઉત્સાહિત કર્યો છે.

ETV BHARAT
ઓસ્ટ્રેલિયાના ખેલીડી એલેક્સ કેરીએ કહ્યું-IPL રમવા માટે ઉત્સાહિત છું

By

Published : May 11, 2020, 12:26 PM IST

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરીએ કહ્યું કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)2020 સીઝનમાં તે દિલ્હી કેપિટલ્સ સાથે જોડાવવા માટે વધુ રાહ નથી જોઈ શકતા.

IPL 2020 હરાજીમાં દિલ્હી કેપિટલ્સે કેરીને 2.40 કરોડમાં ખરીદીને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા.

એલેક્સ કેરી

IPL ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સે પોતાના અધિકૃત ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.

કેરીએ આ વીડિયોમાં કહ્યું કે, IPL હરાજી દરમિયાન દિલ્હી કેપિટલ્સ દ્વારા પસંદગી થવાથી હું ખૂશ છું. જ્યારે મેં સમચાર સાંભળ્યા, ત્યારે હું આકાશમાં હતો અને 24 કલાક સુધી હું હસવાનું બંધ નહોતો કરી શક્યો.

કેરીએ જણાવ્યું કે, તે અગાઉ પણ કેપિટલ્સના દિગ્ગજોને મળ્યા હતા અને તેમણે દિલ્હી તરફથી રમવાની સંભાવના પર ઉત્સાહ બતાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details