સિડનીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માઈકલ હસીએ બુધવારે ભારતના વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ, દિગ્ગજ સચિન તેડુંલકર અને વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની સર્વશ્રેષ્ઠ વિરોધી ઈલેવનમાં સામેલ કર્યા છે.
ઓસ્ટ્રેલિયા તરફથી 2005થી 2013 સુધી ટેસ્ટ ક્રિકેટ રમનારા હસીએ તે ખેલાડીઓને પોતાની ઈલેવનમાં જગ્યા આપી છે, જેમના વિરુદ્ધ એ ટેસ્ટ મેચ રમ્યા છે.
આ 44 વર્ષીય ક્રિકેટરે પોતાની વિસ્ફોટક બેટીંગ માટે પ્રખ્યાત સેહવાગ અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથને પોતાની બેસ્ટ જોડી ગણાવી છે. મધ્યક્રમમાં તેમણે બ્રેન લારા, તેંડુલકર, કોહલી, જૈક કૈલિસ અને કુમાર સંગાકારાને રાખ્યા છે.
હસીએ તેંડુલકર અને કોહલીને બેટ્સમેનના ક્રમમાં ચોથા અને પાંચમાં નંબરે રાખ્યા છે. તેમના બોલરના આક્રમણમાં સાઉથ આફ્રીકાના ડેલ સ્ટેન, મોર્ન મોર્કલ, ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન અને શ્રીલંકાના મુરલીધરન સામેલ છે.