હૈદરાબાદ : લૉજિસ્ટિકલ ઈશ્યૂ, સંપુર્ણ સુરક્ષિત માહૌલ IPL 2020ના આયોજન માટે બીસીસીઆઈએ તૈયારીઓ વિશે મિટિંગમાં ચર્ચા કરી હતી.19 સપ્ટેમ્બર 2020ના શેડ્યૂલ અનુસાર ગત્ત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે રમાયેલી મેચથી આઈપીએલના સફળ આયોજનની શરુઆત થઈ છે. આ વર્ષ ટ્વિટર પર કેટલાક ટ્વિટ ટ્રોલ થયા છે જેમાં મેચને લઈ ચર્ચા શરૂ થઈ છે.
આ વખતે લોકોનું ધ્યાન ખેલાડીઓ પર ઓછું અને તેમના ફિટનેસ પર વધુ છે. એક બાદ એક ટ્વિટ આવવા લાગ્યા અને એથલિટોના ફિટનેસ મજાક કરતા ગયા આ દરમિયાન કેટલાક મોટા જર્નાલિસ્ટ પણ ધારણાઓને આગળ લાવતા જોવા મળ્યા હતા.
એક ક્રિકેટ જર્નાલિસ્ટે કૉમેનટેટરે ટ્વિટ કરતા કહ્યું કે, આજે ખુબ સારી તંદુરુસ્ત વેસ્ટલાઈન જોવા મળી રહી છે. ત્યારબાદ એક પૂર્વ મહિલા ઓસ્ટ્રેલિયાની ખેલાડીએ પણ ટ્વિટ કરતા કહ્યું કે, "चोकलेट मूज से सावधान रहिए."
એક પૂર્વ ભારતીય હૉકી ખેલાડીએ તો ખેલાડીઓના દેખાઈ રહેલા મેદસ્વીપણાને નિશાન સાંધી મજાક ઉડાવી હતી.મેચ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને બેટ્સમેન સૌરભ તિવારી સૌના ટાર્ગેટ થયા હતા.
ખેલાડી અને જર્નાલિસ્ટના ટ્વિટ બાદ કેટલાક ફેન્સે પણ તેમના મેદસ્વીપણાની મજાક ઉડાવી હતી. તો કેટલાક તેમની ભાષાની ગરિમા પણ ભુલયા હતા. આ સૌને લાગે છે કે, જે ફીટ હોય તે જ હીટ હોય છે અને જે ફીટ ન હોય તે હીટ લાગતા નથી.
કેટલાક મેદસ્વી શરીરવાળા એથલીટ તેમના સ્વાસ્થ વિશે વાત કરવા માટે આગળ આવ્યા હતા.તેમનું કહેવું છે કે, હેલ્થ દરેક સાઈઝમાં હોય છે.
સૌથી પહેલા જોર્જિયાની એક એથલિટનું નામ આગળ આવે છે. જેમણે 6 મૈરાથૉન, 6 અલ્ટ્રા મૈરાથૉનમાં ભાગ લીધો છે. તે પણ 250 પાઉન્ડથી વજન સાથે.