નવી દિલ્હીઃ ગત્ત વર્ષથી વિશ્વ કપમાં ભારત સેમીફાઇનલથી બહાર થયા બાદ ધોની ક્રિકેટ રમ્યો નથી.ગૌતમ ગંભીરે કહ્યુ કે, ઉંમર તો એક આંકડો છે, જો તે ફિટ છો તો તેમને ક્રિકેટ રમવુ જોઇએ. ગંભીરે એક સ્પોટર્સ શોમાં પણ કહ્યુ હતુ કે, તે હજુ ફિટ છે તો તેમને ક્રિકેટ રમવાનુ ચાલુ રાખવુ જોઇએ.
ધોનીની ફિટનેસ સારી હોય તો તેણે ક્રિકેટમાં વાપસી કરવી જોઈએ : ગૌતમ ગંભીર - કોરોનાની મહામારી
પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે કહ્યુ કે, મહેન્દ્રસિંહ ધોની હજુ ફિટ છે. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવુ જોઇએ. IPLનુ આયોજન યુએઈમાં 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર સુધી રમાશે.
કોરોના વાઇરસની મહામારીને કારણે IPLના આયોજનને લઇને ગંભીરે કહ્યુ કે, તેમને કોઇ ફર્ક નથી પડતો કે, IPL ક્યાં રમવામાં આવશે. આ IPL બાકી અન્ય IPLની સીઝન કરતા અનોખી હશે.ગંભીરે એક સ્પોર્ટસ ચેનલ પર કહ્યું કે, એ જરુરી નથી કે આઈપીએલ ક્યાં રમાઈ છે. જો IPL યૂએઈમાં રમાશે. તો મને લાગે છે કે, તે યોગ્ય છે. IPLના આયોજનથી બધા જ દેશવાસીઓનો મુડ બલાશે.
આ વર્ષે IPL 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. લીગની ફાઇનલ 8 નવેમ્બરે રમાશે. આ ટૂર્નામેન્ટ યુનાઈટેડ આરબ અમિરાત (UAE)માં રમાશે. ભારતમાં કોવિડ-19ની મહામારીને લઈ IPLનું આયોજન (UAE)માં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.