ગુજરાત

gujarat

ETV Bharat / sports

યુવરાજ સિંહએ કર્યો ખુલાસો, કહ્યું- રોહિતને જોઇને આ ક્રિકેટરની યાદ આવી જતી - આયર્લેન્ડ

યુવરાજને જ્યારે રોહિતને લઇને તેના પ્રથમ પ્રભાવ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું, 'મને ઇઝમામ ઉલ હકની યાદ અપાવી. જ્યારે ઇંઝમામ બેટિંગ કરતા હતા ત્યારે તેની પાસે શોટ રમવા માટે ઘણો સમય રહેતો હતો.’

યુવરાજ સિંહએ કર્યો ખુલાસો, રોહિતને જોઇને આ ક્રિકેટરની યાદ આવી જતી
યુવરાજ સિંહએ કર્યો ખુલાસો, રોહિતને જોઇને આ ક્રિકેટરની યાદ આવી જતી

By

Published : Apr 5, 2020, 5:38 PM IST

નવી દિલ્હી : પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે કહ્યું કે કેરિયરની શરૂઆતી દિવસોમાં રોહિત શર્માની બેટિંગ તેને પાકિસ્તાનના મહાન બેટ્સમેન ઇંઝમામની યાદ અપાવી હતી.

યુવરાજ સિંહ

ભારતીય ટીમના વાઇસ કેપ્ટને આયર્લેન્ડ વિરુદ્ધ વન-ડેમાં જૂન 2007માં ડેબ્યૂ મેચ રમ્યો હતો. T-20 ક્રિકેટમાં તેઓએ ઇગ્લેન્ડ વિરુદ્ધ વર્લ્ડ કપમાં પોતાનો પ્રથમ મેચ રમ્યો હતો, પરંતુ રોહિતને તે મેચમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો નહતો.

રોહિત શર્મા

સમયની સાથે સાથે આંતરરાષ્ટ્રીય મેચમાં પોતાનુ નામ બનાવ્યું અને આજે તે દુનિયામાં સર્વોતમ બેટ્સમેનમાંથી એક છે. 224 વન ડેમાં 9115 રન ફટકાર્યા છે. તે સાથે જ વન ડેમાં ત્રણ વખત ડબલ શતક ફટકાર્યુ છે તેવુ કરનારો દુનિયાનો એક માત્ર બેટ્સેમન છે.

ઇંજમામ ઉલ હક

યુવરાજને જ્યારે પ્રભાવને લઇને રોહિત વિશે પુછવામાં આવ્યુ ત્યારે તેઓએ કહ્યું કે, તે એવી રીતે રમતો હતો કે જ્યારે તેની પાસે સમય હોય. યુવરાજે યુટ્યુબ પર એક કાર્યક્રમમાં કહ્યું કે, ' મને લાગી રહ્યુ છે કે જ્યારે તે ભારતીય ટીમમાં આવ્યો ત્યારે જ તે એવી બેટિંગ કરતો હતો કે જાણે તેની પાસે શોટ રમવા માટે વધુ સમય હોય.’

યુવરાજે કહ્યું કે, ' તેને ઇંઝમામ ઉલ હકની યાદ અપાવી દીધી. જ્યારે ઇંઝમામ બેટિંગ કરતા હતા ત્યારે તેની પાસે શોટ રમવા માટે ઘણો સમય રહેતો હતો.

ABOUT THE AUTHOR

...view details