ગુજરાત

gujarat

ETV Bharat / sports

2011નો વર્લ્ડકપની ફાઇનલ ફિક્સ હોવાના વિવાદ પર સંગાકારાએ માગ્યા પુરાવા - શ્રીલંકાના ભૂતપૂર્વ રમત-ગમત પ્રધાન

શ્રીલંકાના ભૂતપૂર્વ રમત-ગમત પ્રધાન મહિન્દાનંદા અલુથગામગે આરોપ લગાવ્યો છે કે, વર્લ્ડકપ 2011ની મુંબઇમાં રમાયેલી યજમાન ભારત અને શ્રીલંકા વચ્ચેની અંતિમ મેચ ફિક્સ હતી. ખેલ પ્રધાનના આ દાવા બાદ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાએ પુરાવા માગ્યા છે.

Sangakkara seeks proof after ex-SL minister alleges 2011 WC final was fixed
2011નો વર્લ્ડકપની ફાઇનલ ફિક્સ હોવાના વિવાદ પર સંગાકારાએ માગ્યા પુરાવા

By

Published : Jun 18, 2020, 10:28 PM IST

કોલંબો: 2 એપ્રિલ, 2011ના રોજ મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી વર્લ્ડકપ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે છ વિકેટે વિજય મેળવ્યો હતો. શ્રીલંકાને સતત બીજી વખત ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

આ અંગે શ્રીલંકાના ભૂતપૂર્વ રમત-ગમત પ્રધાન મહિન્દાનંદા અલુથગામગે એક ન્યૂઝ ચેનલને કહ્યું કે, "2011માં રમાયેલી વર્લ્ડકપની ફાઇનલ મેચ ફિક્સ હતી. હું મારા નિવેદનની સાથે છું. એ સમયે હું રમત ગમત પ્રધાન હતો. હું મારા દેશની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને વધુ ખુલાસો કરવા માંગતો નથી. એ એક એવી રમત હતી, જેમાં શ્રીલંકા જીતી શકે તેમ હતું. હું મારા નિવેદનની સંપૂર્ણ જવાબદારી લઉ છું અને ચર્ચા માટે તૈયાર છું. હું કોઈ ખેલાડીઓનો સમાવેશ કરીશ નહીં, પરંતુ કેટલાક જૂથો ચોક્કસપણે આ મેચ ફિક્સ કરવામાં સામેલ થયા હતા. જો કે, કેટલાક જૂથો ચોક્કસપણે રમતને ઠીક કરવામાં લાગ્યાં હતાં."

2011નો વર્લ્ડકપની ફાઇનલ

કુમાર સંગાકારા 2011ના વર્લ્ડ કપ ફાઇનલમાં શ્રીલંકા ટીમનો કેપ્ટન હતો. સંગાકારાએ કહ્યું કે, હાલ આ આક્ષેપોના તારણો સુધી પહોંચવું જરૂરી છે. સંગાકારાએ એક ન્યૂઝ ચેનલને કહ્યું કે, "કોઈને અનુમાન લગાવવાની જરૂર નથી. હવે એક અત્યંત સમજદારાપૂર્વકની કાર્યવાહી થવી જોઈએ."

આ અગાઉ ફાઈનલ મેમ પર સવાલો થયાં હતાં, પરંતુ આ મેચમાં સદી ફટકારનાર પૂર્વ કેપ્ટન જયવર્દનેએ આ આરોપોને પાયા વિહોણ ગણાવ્યા હતાં. આ અંગે જયવર્દનેએ ટ્વીટમાં પૂછ્યું હતું કે,"શું ચૂંટણીઓ થવાની છે કે?, હવે સર્કસ શરૂ થશે.

ABOUT THE AUTHOR

...view details